________________
૧૦૮
[ શ્રી સિહર્ષિ :: ઉપમિતિ ગ્રંથ ઃ પુસ્તકે પ્રાકૃત ભાષામાં લખેલાં હોય એમ સહજ અનુમાન થાય છે અને તેમનાં જે કારણે હતાં તે ઉપરનાં વાક્યમાં શ્રી સિદ્ધષિી ગણિએ ફરી વાર ગણાવ્યા જણાય છે, પણ શ્રી સિદ્ધર્ષિ ગણિના સમયમાં એ ભાષા પ્રચલિત રહેલી ન હોવાને લીધે અને તે ભાષાવડે. સર્વ જનમનરંજન કરવું અશકય લાગવાથી દુર્વિદગ્ધ મનુષ્યાને રાજી રાખવા પિત તે વખતની ભાષાસ્થિતિનો વિચાર કરી પિતાને ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખ્યો એમ તેમના કહેવાનો આશય મને લાગે છે. ભાષા ઉપગનું લાક્ષણિક પરિણામ:
એ ઉપરાંત એમને ગ્રંથની રચનામાં પિતાના ઉપકારક શ્રી હરિભદ્રસૂરિનું અનુકરણ કરવું હતું. શ્રી હરિભદ્રસૂરિએ લખેલી
સમરાઈ કહા” એમનો આદર્શ હતા. તે કથા પ્રાકૃત ભાષામાં લખાયેલ હતી અને તેનાથી પિતાને જુદે માર્ગ લેવાના હતા. એને બચાવ કરવાની એમની ફરજ હતી. આ વિચાર–વાતાવરણના ફેરફાર બને મહાત્માઓના સમય અને અંતરને અંગે પણ ઉપયોગી છે જે એના ચગ્ય સ્થાનકે વિચારવામાં આવશે. અત્ર એક વાત ચોક્કસ જણાય છે કે તેમના સમયમાં અર્ધ પંડિતો અથવા સાંસારિક નજરે કામ કરનારા પંડિત સંસ્કૃત ભાષા તરફ વધારે લલચાઈ ગયા હતા અને બની શકે તે લેખકશ્રીને પિતાને ગ્રંથ જેમ બને તેમ વધારે મનુષ્યને ઉપયોગી થાય તેવો બનાવ હતો. આ ઈચ્છાના ગર્ભમાં રહેલ મનની વિશાળતા, ઔદાર્ય અને દીર્ધદષ્ટિ ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. લાકડાની પેટીમાં ત્રણે ઔષધ ભરીને બજારમાં મૂકનારની અંતરદશા એના પ્રત્યેક શબ્દમાં ઝળકી ઊઠે છે, એ ખરેખર હૃદયને આનંદ પમાડે તેવું છે. સાર્વભેગ્યતાને આશય
તેઓ ભાષાની બાબતમાં ઘણા ચોક્કસ હોય એમ જણાય છે. તેઓ લખે છે કે તેઓ પોતાની વિદ્વત્તા બતાવવા માટે ખોટા આડંબરવાળી ભાષા નહિ વાપરે અથવા એવા પ્રયોગો ભાષામાં નહિ કરે કે જેને અર્થ કરાવવા વિદ્વાનોની મોટી મેદિની એકઠી કરવી પડે. આ તેમની ઈચ્છા તેઓ ખરેખર પાર પાડી શકયા છે. તેમને મુખ્ય ઉદ્દેશ પિતાને ગ્રંથ સર્વગ્ય કરવાનું હતું. કેઈ દુનિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org