________________
ભાષાશૈલીઃ ]
૧૦૭ સ્થાને સંસ્કૃતમાં ટીકાઓ રચાવા લાગી અને વિશિષ્ટ ગ્રંથે પણ સંસ્કૃતમાં મોટી સંખ્યામાં રચાવા લાગ્યા; છતાં શ્રી સિદ્ધર્ષિગણિ કહે છે કે “સંસ્કૃત ભાષા કુર્વિદગ્ધ મનુષ્યને વધારે ગમે છે.” એ
દુર્વિદગ્ધ” શબ્દનો અર્થ અભિમાની, ગર્વ કરનાર, પંડિતમન્ય થાય છે એટલે એમનાં કહેવાનો આશય એમ સમજાય છે કે અર્ધદગ્ધ અભિમાનીઓને સંસ્કૃત ભાષા તરફ મેહ વધારે રહે છે. પછી “જે આપણી પાસે ઉપાય હાય તો તેમને પણ રાજી કરવા એ
ન્યાયે તેમના તરફ કાંઈક પ્રેમ અને કાંઈક દયા અને અંદર સહજ તિરસ્કારના મિશ્રભાવથી સંસ્કૃત ભાષામાં ગ્રંથ રચ્યું. એ તેઓ તરફ કરેલ ઉદાર બક્ષીસ અથવા પ્રેમ નિમંત્રણું છે પણ એને આકાર અભ્યપગમ (concession ) જેવો છે.
પ્રાકૃત ભાષાના ઉચ્ચાર સહેલા, એની રચના સરળ અને એમાં કેાઈ પણ રાગ, છંદ કે આલાપ ઉતારી શકાય એવી એની સરળતા છે. એ ભાષા સર્વ સમજી શકે તેવી છે, તેથી એ પૂર્વ કાળમાં જેનોની ઉપદેશ દેવાની ભાષા હતી. જેનધર્મના સિદ્ધાન્તમાં સ્થિતિસ્થાપક ભાવ ઘણે છે. એના દેશ, કાળ, ભાવને અનુસરવાના સૂત્રો અને વ્યવહાર તથા નિશ્ચયના દેખાતા વિરોધમાં રહેલ એકતા એને અસાધારણ સગવડભરેલી સ્થિતિમાં મૂકે છે. જે કાળે પ્રાકૃત ભાષાની જરૂર હતી, જ્યારે તે ભાષા સાર્વત્રિક હતી, ત્યારે જેનોના પ્રાચીન પુરુષોએ એને વિચારવાહિનીનું સ્થાન આપ્યું, પણ જેવી એ ધીમે ધીમે સર્વસામાન્ય થતી બંધ પડી કે સંસ્કૃત ભાષા પર કાબૂ જેનોએ એટલો જ પ્રબળ દાખવ્યું. ત્યારપછી ગુજરાતી ભાષાને અંગે પણ એ જ વલણ ચાલુ રાખ્યું, જેને માટે ગુજરાતી ભાષાનો ઈતિહાસ અને તેને અંગે જૈન લેખકને ફાળે અન્યત્ર જરૂર વિચારવા લાયક છે. મૂળ ગ્રંથની ભાષા
શ્રી સિદ્ધર્ષિ ગણિના સમયમાં પ્રાકૃત ભાષા બાળજીવોને બાધ કરનારી અથવા સર્વને કાનને સુંદર લાગતી હોય તે તો તેઓ પોતાને ગ્રંથ બીજી ભાષામાં બનાવે જ નહિ. અસલના આ વિચારે જણાય છે. મૂળ સિદ્ધાન્તકારોએ ઉપરનાં બન્ને કારણથી તેમનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org