________________
૧૦૬
[ શ્રી સિદ્ધર્ષિ :: ઉપમિતિ ગ્રંથ :
હાય એ એમના ત્યારપછીના અપભ્રંશ તથા ગુજરાતી ભાષાના ખેડાણ પરથી સ્વત: સિદ્ધ થાય છે. ગુજરાતી ભાષાના ઇતિહાસ વિચારતાં જૈન સાહિત્યકારાએ આ મુદ્દો ખરાખર લક્ષમાં રાખ્યા હાય એમ જણાયા વગર રહેતું નથી. ગુજરાતી ભાષા પરના એમના કામૂ અને તેને અંગે તેનું કરેલું ખેડાણ ઉપરની હકીકતને લગભગ સ્વયંસિદ્ધ પુરવાર કરે તેવાં છે.
પ્રાકૃત તરફ પ્રેમ
પ્રાકૃત ભાષાનું વ્યાકરણ એક વાર વાંચી જવાથી એ ભાષાની સરળતાને બરાબર ખ્યાલ આવશે. આધુનિક ભાષામાં વપરાતા શબ્દોની વ્યુત્પત્તિ વિગેરે જાણવા માટે અને તેના ખરાખર મુદ્દાસર રીતે ઉપયાગ સમજવા માટે પ્રાકૃત ભાષાના જ્ઞાનની જરૂર છે પણ તે પ્રશ્ન અત્ર અપ્રસ્તુત છે. મુદ્દાની વાત એ પ્રાપ્ત થાય છે કે શ્રી સિદ્ધર્ષિં જેવા સુપ્રસિદ્ધ જૈન સાહિત્યક પ્રાકૃત ભાષાને વિક્રમના દશમા શતકમાં પણ મુખ્ય સ્થાન આપે છે. શ્રી વીરપરમાત્માના સમયમાં અને ત્યારપછી લગભગ આઠ શતક સુધી તે પ્રાકૃત ભાષા જેનેાની આ ભાષા રહી અને માટે ભાગે સર્વ કૃતિએ પ્રાકૃતમાં જ બની અને ત્યારપછી પણ કાઇ શ્રી સિદ્ધસેન દિવાકર જેવા સંસ્કૃતના પક્ષકાર નીકળ્યા તે તેને સમાજે આજુ પર રાખ્યા; પરં તુ ત્યારપછીના સમયમાં પણ પ્રાકૃત ભાષા તરફ આટલા પ્રેમ રહ્યો, એ ઘણી વિચારવા લાયક હકીકત છે.
દુર્વિદગ્ધતાના ભાવા—
એ સંબંધી વિશેષ વિચાર કરવાનું કારણ એ છે કે એ હાર વર્ષ દરમ્યાન પ્રાકૃત ભાષા જનભાષા તરીકે બંધ થઇ, તેનું સ્થાન અપભ્રંશ વિગેરે ભાષાએ લીધું અને તેના નવા નવા કાંટા નીકળતા ગયા તેમ તેની સાથે જ ધર્મ શાસ્ત્રના ગ્રંથા સંસ્કૃતમાં લખાવાની પ્રવૃત્તિ વધતી ગઇ. અસલમાં મૂળ સૂત્ર પર નિયુક્તિ, ભાષ્ય, સૂણિ આદિ પ્રાકૃત ભાષામાં થતા હતા તેને
૧. આ સંબંધમાં જુઓ મારું' આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદ્ભુ શ્રીમાન હેમચદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ. ’
k
29
ભાષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org