________________
E
ભાષાશૈલી : ]
૧૦૫ રહે છે જ, પણ એ નિર્ણય ઈતિહાસ પહેલાની બાબત માત્ર અનુમાનને અવલંબીને જ રહે છે. પ્રાચીન જૈન આર્ષ ભાષા.
જૈન ધર્મના પ્રાચીન પુરુષને અમુક મર્યાદાનું અનુકરણ કરવાની જરૂર નહોતી; એમને તે પોતાના સંદેશા આખા જગતને પહોંચાડવા હતા, એમને પિતાના ઉપદેશને માટે પ્રમાણપત્ર મેળવવા કરતાં એમનો ઉપદેશ સર્વ સમજીને અનુસરી શકે તેવો કરવો હતો અને એમને ઐહિક પ્રશંસા કે કવિના બિરુદની ઉષણું કરતાં વ્યવહારની કે તત્ત્વની, કથાની કે કિયાની સાદી કે અઘરી વાતો સાદા શબ્દોમાં અને મોટા ભાગને સમજાય તેવી કરવાની હતી. એમનું કેન્દ્ર તથા સાધ્ય “સવિ જીવ કરું શાસનરસી” હતું, એમને દુનિયાનાં દુઃખદર્દો જોઈ સર્વ પ્રાણીઓ ઉપાધિથી મૂકાય અને એ મહાકાર્યમાં પોતાને બનતા ફાળે કેમ આપી શકાય એ એમને મુખ્ય ઉદ્દેશ હતો. એથી એમણે પિતાની ભાષા વિદ્રોગ્ય બનાવવા કરતાં ચાલતો માણસ સમજી શકે તેવા આકારમાં પોતાના સંદેશા જગતને કહી શકાય તેવી ચાલુ ભાષાના પ્રગોને વધારે ઉપયેગી ધાર્યા અને તેટલા માટે તેઓએ ગ્રંથની ભાષાને વિચારની વહનિકા (Vehicle of impression) તરીકે જ ગણું. તેઓને સંસ્કૃતનો અભ્યાસ પરિપૂર્ણ હતો, છતાં તેમને ઉપદેશ સર્વગ્ય થાય તે ઈરાદાથી તેમણે પ્રાકૃત ભાષામાં વચનનો ઉપયોગ કર્યો, તેમજ લેખિત ઉપદેશ પણ તે ભાષામાં આપવાની ઉદાર નીતિ સ્વીકારી. તીર્થકર મહારાજની ભાષાને જે ગુણ મુખ્ય ગણાય છે તે એનું સર્વગ્રાહિત્વ છે, એટલે પ્રત્યેક પ્રાણી એ સમજી શકે તેવી ભાષામાં બોલવાની તેમની સરળતા છે. એમાં અતિશયનું તત્ત્વ બાજુ ઉપર રાખીએ તો પણ એની સફળતા એની સાર્વભેગ્યતામાં છે અને એ વાત બહુ ઉપયોગી મુદ્દો પૂરા પાડે છે. ભાષાનું કાર્ય વિચારવહનિકા તરીકેનું છે, એમાં ચાતુર્ય કે ચમત્કાર હોય તો તે તેની શોભામાં વધારો કરે છે; પણ સમજવાની સરળતા અને સર્વદેશિયતાને જ્યાં નાશ થતો હોય ત્યાં મૂળ મુદ્દો ઊડી જાય છે અને જૈન ગ્રંથકારેએ એ વાત કદી વિસારી ન
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org