________________
૧૦૪
[ શ્રી સિદ્ધર્ષિ : -
ઉપમિતિ ગ્રંથ :
‘સ’સ્કૃત’ ન હેાઇ શકે; ત સંસ્કાર પામીને કોઇ ભાષામાંથી થયેલી, શોધીને વિશુદ્ધ થયેલી ભાષા છે. આપણે ઘઉં કે શાકને સ ંસ્કાર કરી ઉપભાગ્ય મનાવીએ છીએ. ‘ સ’સ્કાર ' શબ્દ જ અસંસ્કારવાળી સ્થિતિની પૂર્વ સ્થિતિના કાર્ય અનેરા શબ્દની અપેક્ષા જરૂર રાખે છે.
(
આની સામે ‘ પ્રાકૃત ’ શબ્દના અર્થ વિચારતાં ઘડ બેસી જાય છે. પ્રાકૃત એટલે પ્રકૃતિસિદ્ધ ’–સ્વભાવસિદ્ધ, કુદરતી. એટલે પ્રાકૃત ભાષા તદ્દન સ્વભાવસિદ્ધ જણાય છે, સાર્વત્રિક જણાય છે અને કુદરતી જણાય છે. પ્રાકૃત ઉપર સંસ્કાર થાય તે સંસ્કૃત. ઘઉંને દળાવી એમાં જળાદિ નાખી, પિડ કરી, અગ્નિ પર સંસ્કાર આપી, રાટલી બનાવીએ તે સંસ્કાર પામેલ ચીજ. આમ હાય તા ઘઉંને સ્થાન પ્રાકૃતને મૂકાય ને રોટલીને સ્થાને સંસ્કૃતને મૂકી શકાય.
પ્રાકૃત ભાષામાં જોડાક્ષરના સાદાં રૂપે, વિભક્તિના વપરાશમાં છૂટછાટ અને સરળતા પ્રમાણમાં એટધા બધા છે કે એના પ્રયાગા એક વાર જાણ્યા પછી એના ઉપયાગમાં બહુ મૂંઝવણુ થતી નથી. એની સરળતા અને ઉચ્ચારની સ્પષ્ટતા અને સભાગ્ય બનાવે છે. આટલા ઉપરથી આપણે એવા અનુમાન પર આવી શકીએ કે પ્રાકૃત ભાષામાંથી સંસ્કાર પામીને વિદ્ભાગ્ય ભાષા થઇ તે સ ંસ્કૃત, એટલે અસલ પ્રાકૃત અને પછી તેમાંથી સંસ્કાર પામી થયેલી ભાષા તે સંસ્કૃત.
અને ભાષાનું સહગામિત્વ
છેલ્લું અનુમાન સાચું છે કે નહિ તેને માટે ઐતિહાસિક પુરાવા કાંઇ મળતા નથી, પણ વધારે સહીસલામત અનુમાન એ લાગે છે કે સંસ્કૃત ભાષા વિદ્વાનેાની-શિષ્ઠોની ભાષા રહેલી અને તે જ વખતે સમાન્ય અને સર્વવ્યાપક ભાષા તે પ્રાકૃત જ રહેલી. એટલે અને ભાષાએ એક ખીજા પર આધાર રાખનારી કે આગળ પાછળ થયેલી એમ નહિ પણ એકી વખતે જ બન્ને વપરાતી હશે.
આ અનુમાન વધારે ઠીક લાગે છે અને સર્વ વિરાધને શમાવનાર જણાય છે. એના ગર્ભમાં એકના સંસ્કાર અને ખીજીની સ્વભાવસિદ્ધતાને અંગે પ્રાકૃત ભાષાનું અસલીપણું હાવું સંભવિત તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org