________________
મૂળ ગ્રંથની ભાષાશૈલી
૧, ગ્રંથની ભાષા. આ ગ્રંથની અસલ ભાષા સંસ્કૃત છે. એના સંબંધી શ્રી સિદ્ધર્ષિગણિનો ઉલેખ ઘણે વિચારવા યોગ્ય છે. તેઓશ્રી લખે છે કે “સંસ્કૃત અને પ્રાકૃત બને ભાષાઓ પ્રાધાન્યને ગ્યા છે, તેમાં પણું દુર્વિદગ્ધ મનુષ્યનાં હૃદયમાં સંસ્કૃત ભાષા તરફ વધારે વલણ હોય છે. પ્રાકૃત ભાષા જે કે બાળકને સુંદર બોધ કરનારી અને કાનને સુંદર લાગે તેવી છે, છતાં દુર્વિદગ્ધ પ્રાણીઓને તે (પ્રાકૃત) ભાષા તેવી લાગતી નથી. ઉપાય જે વિદ્યમાન હોય તે સર્વનાં મનનું રંજન કરવું ચોગ્ય છે, તેટલા માટે આ કથા સંસ્કૃત ભાષામાં રચવામાં આવી છે, પણ તે મોટાં મોટાં વાક્યો અને અપ્રસિદ્ધ શબ્દોથી અતિ ગૂઢ અર્થવાળી નથી તેથી તે સર્વ મનુષ્યોને ઉપયોગી થાય તેવી છે.” (પ્ર. ૧. પૃ. ૮.) ૧. પ્રાકૃતનું સ્થાન–
આમાં ઘણું મહત્ત્વના પ્રશ્નો ઊભા થાય છે. ભાષામાં સંસ્કૃત અને પ્રાકૃતનાં સ્થાને ક્યાં છે તે બહુ વિચારવા લાયક પ્રશ્ન છે. જેનોની “આર્ષ ભાષા પ્રાકૃત છે. બાળ, સ્ત્રી, મંદ, મૂર્ખ અને ચારિત્રના આકાંક્ષીઓ ઉપર ઉપકાર કરવાના હેતુથી તત્ત્વજ્ઞાનીઓએ જેન સિદ્ધાન્ત ગ્રંથો પ્રાકૃત ભાષામાં રચ્યા છે.” એટલે બાળજીવો અને મંદબુદ્ધિવાળા જીને સહેલાઈથી સમજી શકાય તેવી ભાષા પ્રાકૃત છે. કહ્યું છે કે
बालस्त्रीमन्दमूर्खाणां, नृणां चारित्रकाक्षिणां । उपकाराय तत्त्वज्ञः, सिद्धान्तः प्राकृतः कृतः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org