________________
પ્રવચન શૈલીનું ચુસ્ત અનુસરણ ]
૧૦૧ ન હોય તે આ એક વાર્તારૂપે ચાલ્યું જાય, પણ એમાં કર્તાને વૈશ્વાનર (ક્રોધ) અને શૈલરાજ (માન)ના જન્મની સિદ્ધિ કરવી હતી. એ દ્વેષના બે પુત્રને અવિવેકિતા જણે છે. આ વાત બરાબર શાસ્ત્રશૈલીને અનુરૂપ છે, પણ વાર્તાના પ્રવાહમાં પકડાવી મુશ્કેલ છે. એટલા માટે ત્યાં જરા ઉપવાક્ય-અનાન્વિત વાક્ય (પેથીસીસ) મૂકી ગ્રંથકર્તાઓ પ્રજ્ઞાવિશાળા પાસે ખુલાસો કરાવી લીધો છે. આવા કેડલાંક સ્થાને ગ્રંથમાં છે કે જેને ખુલાસો કરવાની જરૂર પડી છે. વધારે વિચારતાં વધારે ખુલાસાઓ જરૂર થાય છે. સમજુ વિચારક સાથે એની ચર્ચા થાય છે તેથી પણ વધારે ખુલાસા થાય છે. અહીં વાત કહેવાની એ છે કે તત્વજ્ઞાનની કથા રૂપક તરીકે કહેવા જતાં ગ્રંથકર્તાએ શાસ્ત્રોલીના કેઈપણ સ્થાનકે જરાપણ ભેગ આપ્યો હોય એમ લાગતું નથી. ગ્રંથને વારંવાર વાંચવાથી આ વાત બેસશે, પણ તે શાસ્ત્રબોધ અને ઘટનાશક્તિ ઉપર તો આધાર જરૂર રાખશે. શાસ્ત્રશૈલીની સ્કૂલના થઈ નથી એ મુદ્દો અત્ર વક્તવ્ય છે. આ પ્રમાણે ગ્રંથ સંબંધી વિચારો બતાવ્યા. હવે ગ્રંથની ભાષા પર વિચાર કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org