________________
૧૦૦
[ શ્રી સિહર્ષિ : ઉપમિતિ ગ્રંથ : માનસપુરમાં પર્વતની કલ્પના કરવી પડી. એની ઘટનામાં ચિત્તસમાધાન મંડપ અને જીવવીય સિંહાસન ભારે અભુત કલ્પના બતાવે છે. એમાં યતિધર્મ, ગૃહીધર્મની ભવ્યતા અને ખાસ કરીને લડાયક જુસ્સાવાળા સમ્યગદર્શન સેનાપતિ અને સધ મહામાત્યની ઘટના કરવામાં અસાધારણ કપનાની ભવ્યતા બતાવી છે, પણ એમાં વિશિષ્ટ ખૂબી તો એ છે કે એની પ્રત્યેક ચર્ચા અને ઠવણ શાસ્ત્રશૈલીને અનુરૂપ છે.
એ ઉપરાંત નાની નાની વાતોને પાર નથી. એમણે આપેલું ગારનું સ્થાન (પ્ર. ૮. પ્ર. ૧૦ ) ઉચિત છે. દશ કન્યાઓ સાથે લગ્ન કરવામાં વિદ્યા સાથે પ્રથમ લગ્ન થાય છે ( પ્ર. ૮. પ્ર. ૮) અને નવ કન્યા સાથે લગ્ન ત્યારપછીના બીજા પ્રકરણમાં થાય છે એ વાત બરાબર શાસ્ત્રશૈલીને અનુરૂપ છે અને સંતોષ સુભટ સાથે જે બીયાબારું મહરાજના સેનાનીઓને રહે છે તે ત્રીજા પ્રસ્તાવથી ગોઠવવામાં ભારે ઊંડાણ અને બરાબર શેલીનું અનુસરણ છે. મનની અસ્થિરતા, એનું વાનરપણાનું રૂપક અને એને અંગે આખી ચક્રઘટના બહુ આહલાદક હોવા ઉપરાંત બરાબર શાસ્ત્રશૈલીને અનુરૂપ છે. ( પ્ર. ૭. પ્ર. ૮ ).
આવા બીજા ઘણું વધારે દાખલાઓ આપી શકાય તેમ છે, પણ તની આવશ્યકતા નથી. જ્યાં જરૂર લાગી છે ત્યાં નેટ આપી છે, છતાં મારી એટલી ખાતરી છે કે શાસ્ત્રશૈલીના વિશેષ જાણકાર એમાંથી ખૂબ હકીકતો તારવી શકશે. એમણે એક પ્રાણીની સર્વ અવસ્થામાં થતી અંતર તથા બહારની વૃત્તિઓ સમજાવવામાં કાંઈ મણ રાખી નથી, એટલે એમના પ્રત્યેક પ્રસંગમાં ચમત્કાર છે, પણ જે તદ્વિત હોય ત તે જાણે, નહિ તે કથાના પ્રવાહમાં ખેંચાઈ જાય. એક દાખલો આપી આ વાત સ્પષ્ટ કરું. ચોથા પ્રસ્તાવમાં વિમર્શ પ્રકર્ષ અંતરંગ રાયે જાય છે ત્યાં તામસચિત્તનગરે જતાં તેમને કહેવામાં આવે છે કે દેવી અવિક્તિા એમના પતિ દ્વેષગચંદ્ર સાથે લડાઈમાં ગયા નથી ( મ. ૪. પ્ર. ૮. પૃ. ૭૯૮) પણ રૌદ્રચિત્તપુરે સુવાવડ સારુ ગયા છે. ત્યાં થોડા વખત પહેલાં એમણે એક પુત્રને તે જન્મ આપ્યો હતો અને ત્યારપછી પતિને વેગ થતાં બીજા પુત્રને જન્મ આપ્યો છે. હવે જે કથાનું રહસ્ય સમજાયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org