________________
૯૨
[ શ્રી સિદ્ધર્ષિ :: ઉપમિતિ ગ્રંથ :
વિયાગ થાય છે તેની પછવાડે કાંઇ કારણ મળી આવતું નથી, પણુ પૂર્વ કૃતક ના સિદ્ધાંત જેટલા ઉપયાગી છે તેટલે જ પરભવમાં આત્માનું ગમન ઉપયાગી છે અને એ માનવાથી કૃતનાશ અને અકૃતઅભ્યાગમ નામનાં એ મેટાં દૂષણ દૂર થઇ જાય છે. તે આખી કથામાં સંસારીજીવનાં ગમનાગમનદ્વારા બહુ ગૂઢ રીતે દર્શાવી દીધું છે.
( ૪ ) જ્યારે જ્યારે ઉપદેશ આપવાના પ્રસંગ આવે ત્યારે ચરણકરણાનુયાગને અંગે પ્રથમ સર્વવિરતિપણાના ઉપદેશ આપવા અને તેમાં જેની અશક્તિ હાય તેને માટે પછી ગૃહસ્થધમ બતાવવા. મેાક્ષમાં જવાની અને માર્ગમાં ચેાગ્યતા છે, છતાં વધારે નજીકના સીધા અને સરલ માતા સવરતિપણાના સ્વીકારમાં જ છે. પ્રથમ પ્રસ્તાવમાં નિપુણ્યક પેાતાનું ઢીંકરું રાખીને ત્રણ ઔષધ લેવાના વિચાર કરે છે ત્યાં પણ તને પ્રથમ ઉપદેશ તા ઢીંકરાને ત્યાગ કરવાને જ આપવામાં આવે છે. ત્યાં ધર્મ આધકર સ્નેહપૂર્વક જે ઉપદેશ આપે છે તે ખાસ વિચારવા ચેાગ્ય છે ( પ્ર. ૧. પૃ. ૧૫૬-૭) અને પછી પૃ. ૧૬૭ માં ઉપદેશના ક્રમ બતાવતાં પ્રથમ સર્વવિરતિના ઉપદેશ શા માટે આપવા. તેની વિગતવાર ચર્ચા કરી છે. ત્રીજા પ્રસ્તાવમાં મનીષીને સર્વવિરતિને જ ઉપદેશ આપે છે, અરિદમનને પણ સÖવરિતને જ ઉપદેશ આપે છે ( પ્ર. ૩. પ્ર. ૩૩ ), બુધસૂરિના આખા ઉપદેશમાં એ જ આશય છે, એમણે જે પ્રતિમાધ રચના કરી, ઉગ્ર દિવ્ય દર્શન કરાવ્યું ( પ્રસ્તાવ ૫. પ્રકરણ ૧૧ અને ૧૨ ) અને છેવટે ધવલરાજ અને વિમલકુમારની દીક્ષા થઈ ત્યાં પણ એ જ મુદ્દો રજૂ થયા છે. ( ૫. પ. પ્ર. ૨૦ ); ષડ્પુરુષકથાનકમાં પાંચમા પુત્ર ઉત્તમનું રાજ્ય ત્યાં જ લઈ જાય છે (પ્ર. ૬. પ્ર. ૧૪ ) અને તે એ જ કારણે રાજ્ય તજી દીક્ષા લે છે. સાતમા પ્રસ્તાવમાં છ મુનિના વૈરાગ્યપ્રસંગે એ જ મુદ્દાને ઉદ્દેશીને રચાયા છે અને ગુણધારણુ દશ કન્યાને પરણે છે, તેની સાથે સંપૂર્ણ સુખ ભાગવે છે ત્યાં પણ એ જ મુદ્દાની રચના થઈ છે (૫. ૮. પ્ર. ૭). મતલબ સર્વ વિરતિપણાના ઉપદેશની મુખ્ય અગત્ય આખા ગ્રંથમાં વિસરાઇ નથી. એ વાર્તા તત્ત્વજ્ઞાનની ન કહેવાય પણ ચરણકરણાનુયાગને અંગે શાસ્રદેશ અથવા નિયમન કહેવાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org