________________
તત્ત્વજ્ઞાનને કથાગ્રંથ: ] મનુજગતિએ જવા નીકળે છે ત્યારે થાય છે (પ્ર. ૨. પ્ર. ૧૦ પૃ. ૩૨૮) પછી નંદિવર્ધન સાથે જ એને જન્મ થાય છે (પ્ર. ૩. પ્ર. ૧. પૃ. ૩૪૫) પણ એ નંદિવર્ધનના પાપાચારથી પાતળો પડતો જાય છે. નંદિવર્ધન એને ઓળખાતો નથી. ( પ્ર. ૩. પ્ર. ૨૬. પૃ. ૬૨૪. ) અને આખરે પુણ્યોદય કંટાળીને ચાલ્યો જાય છે (પૃ. ૬૩૬ ). આ સર્વ બાબત બહુ વિચારવા યોગ્ય છે. એવી જ રીતે વળી એને પુણ્યદય સાથે મૈત્રી થાય છે (પૃ. ૬૮૯) અને રિપુદારણ તરીકે એ રાજસભામાં આવે છે ત્યારે પુણ્યદય પાતળો પડી જાય છે (પ્ર. ૪.પ્ર.૩. પૃ.૭૨૭). પછી એ વધારે વધારે પાતળા પડતો ગયો છે. (પ્ર. ૪. પ્ર. ૪૦. પૃ. ૧૧૨૦) એવી જ રીતે પાંચમા પ્રસ્તાવમાં વામદેવ સાથે પુણ્યોદયને જન્મ થાય છે (પૃ. ૧૧૪૨). આવી રીત પદયને દરેક પ્રસંગે સાથે જન્મ, અધમ કાયો થતાં તેનું દુબળ થવું અને તે દૂર થતાં સંસારીજીવ પર પડતી વિપત્તિઓ બહુ વિચારવા યોગ્ય છે. એ પદય એક મહાતજ્ઞાનની વાર્તા રજૂ કરવા નિમોયેલ અંતરંગ પાત્ર છે. આ પુદયનું કાર્ય શું છે તે સ્પષ્ટ કરવા માટે અનેક નાના મોટા પ્રસંગે ઉપસ્થિત કરવા ઉપરાંત ગ્રંથકર્તાએ આઠમા પ્રસ્તાવમાં બે આખાં પ્રકરણે લખ્યાં છે. જુઓ સદર પ્રસ્તાવના પ્રકરણ ૫ અને ૬. એમાં કનકદર રાજાને સ્વપ્નમાં ચાર પુરુષે આવે છે અને કુલંધરને સ્વપ્નમાં પાંચ પુરુષો આવે છે. એ નિમિત્ત લઈને સાર્વભૌમ મહારાજા કર્મપરિણામના સેનાપતિ તરીકે પુણ્યોદય અને પાપેદયને બતાવ્યા છે. (પ્ર. ૮. પ્ર. ૬. પૃ. ૧૦૬–૭) અને ત્યાં પુણ્યદયનું કાર્ય બહુ વિસ્તારથી બતાવવા માટે લગભગ પુણ્યદયના અનેક પ્રસંગોના તેમજ પાપોદયનાં અનેક પ્રસંગેના દાખલા આપી આ પ્રશ્ન ખૂબ ચર્યો છે અને છેવટે જીવની પિતાની યોગ્યતાનું એ સર્વને અંગે શું સ્થાન છે તેનું ત્યાં જ વર્ણન કર્યું છે. આ પુણ્યદય મિત્રને સહજન્મ અને એની શક્તિ અને એનું કાર્ય આખી કથારચનામાં ઓતપ્રેત વીંટળાઈ રહ્યું છે એ આ ગ્રંથને તત્ત્વવાર્તાને ગ્રંથ બનાવે છે.
(૪) આત્માને પરભવ ન મનાય તે અનેક હકીક્ત ખુલાસા વગરની જ પડી રહે છે. અંતે જે લાભાલાભ–
સંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org