________________
[ શ્રી સિદ્ધર્ષિ : ઉપમિતિ ગ્રંથ : (૬) કેઈ પણ કાર્ય થવાને અંગે પાંચ સમવાયી કારણેની હાજરીની જરૂર છે: કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ. અમુક વસ્તુ થવાને અથવા બનાવ બનવાનો સમય પાકો જોઈએ, એમ થવાને એને સ્વભાવ હોવો જોઈએ, એમ થવું સંભવિત હેવું જોઇએ, તદ્યોગ્ય પૂર્વ કિયા થયેલી હોવી જોઈએ અને તે માટે પ્રયત્ન હોવો જોઈએ. આ પાંચ સમવાયી કારણેની ઘટના ઘણી વિલક્ષણ રીતે સ્પષ્ટતાપૂર્વક આખા ગ્રંથમાં કરવામાં આવી છે. કર્મની સત્તા બતાવવા એને સર્વને ઉપરી રાજા (કર્મ પરિણામ) બનાવ્યા. (પ્ર. ૨. પ્ર. ૨.) એને અનંત પુત્રો હોવા છતાં એને અપુત્રીઆ તરીકે જાહેર કર્યો અને એની સ્ત્રી કાળપરિણતિને એ જ પ્રકરણમાં વંધ્યા બતાવી. બન્નેને નાટક જેવાના શોખીન બતાવ્યા. ભવિતવ્યતાની
જના સંસારીજીવની સાથે તેની પત્ની તરીકે કરી દીધી. (પ્ર. ૨. પ્ર. ૭). એ ભવિતવ્યતા આખા ગ્રંથમાં વારંવાર ગળીઓ (એકભવવેદ્ય) આપે છે તે, તે ભવમાં ભેગવવા ગ્ય કર્મોનો સમૂહ છે (પૃ. ૩૩૦). સ્વભાવને માટે લોકસ્થિતિ નામના પાત્રની ઘટના કરી છે અને શરૂઆતમાં તત્તિયાગ ત પણ એ જ કાર્ય બજાવે છે (પ્ર. ૨. પ્ર. ૭) અને પુરુષાર્થને કેઈપણ રૂપક આપ્યું નથી તે બહુ અર્થસૂચક વાતો છે. એનું બરાબર સ્થાન પ્રબંધનરતિ આચાર્યના ઉપદેશ (પ્ર. ૩. પ્ર. ૧૨. પૃ. ૪૯૧)માં સ્પષ્ટ આવે છે. આ સર્વ કાર્ય થાય છે તેના અંતરમાં પુરુષાર્થ જ છે. કર્મને ઉપજાવનાર એ જ છે અને એ કર્મના ચૂરા કરનાર પણ એ જ છે. આ પાંચ સમવાયી કારણેને બહુ યુક્તિપૂર્વક આખા ગ્રંથમાં કથારૂપે ગૂંથી દીધા છે. દરેક ભવ પૂરો થાય ત્યાં નવી ગોળી આપવાની પદ્ધતિ નૂતન છે, અને તેથી જ એ ગ્રંથકર્તાની અજબ કળા બતાવે છે. આ રીતે પાંચે કારણોને કળાપૂર્વક ગોઠવી દઈ ગ્રંથíએ તત્ત્વજ્ઞાનની વાર્તા કરી છે.
(૩) ગ્રંથકર્તાએ જોયું કે સંસારમાં ઘણી વખત અતિ પાપી માણસે સુખ ભોગવતાં દેખાય છે. સારા માણસો હેરાન થતાં દેખાય છે–તે વાતને પ્રકટ ખુલાસો થવાની જરૂર છે. એટલા માટે કર્મ પરિણામ મહારાજાને રાજાધિરાજના સ્થાનકે રાખી તેમણે દરેક જન્મ પ્રસંગે સંસારીજીવની સાથે “ પુણ્યોદય” મિત્રને જન્મ બતાવ્યા છે. એને પ્રથમ નામ નિર્દેશ સંસારી જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org