________________
તત્ત્વજ્ઞાનના કથાંથ : ]
૮૯
આવે છે. એમાં બન્ને પક્ષની હાર જીતનાં કયાં કયાં કારણેા પ્રવર્તે છે એના પેટામાં આખા કર્માંના સિદ્ધાન્ત ગ્રંથકર્તાએ ચચ્ચેચ્ચું છે. આખા પુસ્તકમાં કર્મની ચર્ચા, કર્યાંના કાર્યની ચર્ચા, કના આવિોવાની ચર્ચા એટલી છે કે એના એક સ્થાને કે એક પ્રકરણમાં નિર્દેશ થઈ શકે તેમ નથી. આખા ગ્રંથ કર્મના સિદ્ધાન્તને પ્રતિપાદન કરનારા છે એમ કહેવામાં જરાપણ વાંધા નથી. આ તત્ત્વજ્ઞાનના ગ્રંથ છે એમ બતાવતાં જૈન સિદ્ધાન્તની નજરે એમાં કર્મ ના સિદ્ધાન્તની તલસ્પશી ફૂલગૂથણી ખતાવી.
(૬) આત્મા કર્મ થી આવૃત્ત હેાવા છતાં એની મૂળ સ્થિતિમાં એ સર્વ કર્મથી પર રહી મૂળ સ્વભાવે શુદ્ધ છે, એની શુદ્ધતા સેાનાની શુદ્ધતા માટી સાથે હેાવા છતાં સત્તાગતે રહેલી છે પણ પ્રયત્ન કરીને પ્રકટ કરવી પડે છે. તવા પ્રકારની છે. એ હકીકત અતાવવા ચારિત્રધર્મ રાજ અને માહરાયનાં યુદ્ધો વર્ણવ્યાં છે. આત્માની મૂળ મુદ્દતા બતાવવા અને એના મેાક્ષ થઇ શકે છે અને ત તનાથી જ સાધ્ય છે એ હકીકતની કળાની નજરે આખા ગ્રંથમાં ગૂંથણી કરી છે. મનુષ્યત્વમાંથી દેવત્વ પ્રાપ્ત કરી શકાય છે Rising of manhood to Godhood એ આખી વાર્તાના આંતરપ્રવાહ ( undercurrent) સČત્ર પ્રસરે છે અને એ તત્ત્વજ્ઞાનની મુદ્દાસર વાત કરવામાં આખા ગ્રંથના ઉપયોગ કર્યો છે. આ રહસ્ય વધારે ઊંડા ઉતરવાથી પ્રાપ્ય છે. એનું ખાસ વર્ણન સાત રાક્ષસીના દ્વારનું પ્રકરણ લખી (૫. ૪. પ્ર. ૨૮) તેનાથી નિવૃત્તિ કેવી રીતે થાય અને થાય ત્યારે શું થાય એ તેના પછીના પ્રકરણમાં ( ૫. ૪. પ્ર. ર૯ ) બતાવ્યું છે અને એના તાદૃશ્ય ચિતાર ખાળ અને મનીષી રમતા હતા તે વખતે સ તાષથી કટાળેલા સ્પર્શન ભવજંતુના સંબંધભંગથી ફાંસીએ લટકાતા હતા ત્યાં જોવામાં આવે છે. (પ્ર. ૩. પ્ર. ૩ ) આ ખાસ મુદ્દામ હકીકત છે, અને બહુ કળાપૂર્ણાંક લગભગ દરેક ઈંદ્રિયાના પ્રસંગમાં એને ગૂંથી છે, અને એ ઊંડા ઉતરવાથી જ સમજાય તેવી છે. આઠમા પ્રસ્તાવને છેડે પ્રકરણ ૨૨ મામાં આ તત્ત્વજ્ઞાન પરાકાષ્ઠાને પામે છે. મનુષ્ય દેવ થઇ શકે છે અને સ મુક્ત થઈ શકે છે એ તત્ત્વરહસ્યની ગૂંથણી કરી આ કથાને તત્ત્વજ્ઞાન કથા અનાવી છે.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org