________________
[ શ્રી સિહર્ષિ ઃ ઉપમિતિ ગ્રંથ : એ વળી પાંચ ઇંદ્રિયવાળા જળચર, સ્થળચર અને ખેચરના ભેદમાં જાય. એમ કરતાં એ મનુષ્ય થાય. પચેંદ્રિય અવસ્થામાં પુણ્યોપાર્જન કરે તો દેવગતિમાં જાય, પાપ કરે તે નરકગતિમાં (પાપી પંજરમાં) જાય. આવી રીત રખડપટ્ટી થયા કરે છે અને પ્રાણી વાસના કર્મ (અથવા સ્વાપાર્જિત કાર્યનાં પરિણમે) નાં ફળો ચાખતા ચારે તરફ રખડયા કરે છે. છેવટે જે બરાબર વસ્તુસ્થિતિ સમજી ત્યાગ કરે, વિવેકપૂર્વક સ્વમાં ઉતરે અને અને દર કરે તા અને મોક્ષ થાય છે. આ આખા વિકાસક્રમના માર્ગોને બતાવવાને આ ગ્રંથનો મુખ્ય ઉદ્દેશ મને જણાયો છે. એ નજરે જતાં એ તત્ત્વજ્ઞાનને ગ્રંથ છે.
(મા) જેનેના મૂળ ગ્રંથમાં તેમજ ત્યારપછીના પ્રકરણ ગ્રંથમાં કર્મનો સિદ્ધાન્ત ખૂબ મજબૂત અને બહુ ઊંડાણમાં ઉતરીને ચર્ચાય છે. એના મુખ્ય આઠ વિભાગે: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય છે અને એ પ્રત્યેકના પિટા ભેદ કરતાં ૧૫૮ થાય છે. (જુઓ પ્રથમ કર્મગ્રંથ) એ પ્રત્યેકનું કાર્ય શું છે અને પ્રાણીને એ કેવી રીતે સંસારમાં જકડીને બાંધી રાખે છે એની બહુ વાતે અનેક ગ્રંથમાં જૈન શ્રાષિ મુનિઓએ કરી છે. એમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો છે અને બાકીના બીજાં ચાર અઘાતી છે. સર્વે સંસારમાં રખડાવનાર છે અને એ સર્વમાં રાજાનું સ્થાન મોહનીય કર્મને છે. એ કર્મો કેવી રીતે કામ કરે છે અને પ્રાણુને એના સ્વભાવ ધર્મોમાં કેવી રીતે જવા દેતા નથી અને જાય તે કેવા પ્રયત્નોથી એને પાછો પિતાને ત્યાં ખેંચી જાય છે-એ સર્વ ખેંચતાણ ખરેખર સમજવા જેવી છે. કર્મના સિદ્ધાન્તને આ પુસ્તકમાં બહુ સારી રીતે ખીલવ્યા છે. એટલા માટે બીજા પ્રસ્તાવની શરૂઆત જ કર્મ પરિણામ રાજાના વર્ણનથી થાય છે. એ મહાબળવાન રાજાનું તેજ, એનું બળ, એને પ્રચંડ પ્રતાપ અને એને નાટક જેવાને શોખ એ સર્વ આશ્ચર્યમાં નાખે તેવું, પણ રૂપકથી ભરપૂર અને બરાબર એગ્ય છે. કર્મના સિદ્ધાન્તના જ્ઞાનને ઉત્કૃષ્ટ ઉપયોગ અને આવિર્ભાવ પ્રમત્તતા નદીના કાંઠા પર ચિત્તવિક્ષેપ મંડપમાં થાય છે અને એની પરાકાષ્ઠા કર્મ પરિણામ અને ચારિત્રધર્મરાજની લડાઈમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org