________________
તત્ત્વજ્ઞાનને કથાગ્રંથ :].
૮૭ કુકડાપણામાં અભુત રસની જમાવટ જ દેખાશે. ધમ્મિલના રાસમાં અગડદત્તનું ચરિત્ર ગેય કાવ્ય છે, પણ એ તત્ત્વજ્ઞાનને વિષય ન કહી શકાય. ઉપમિતિના ગ્રંથકર્તાએ તો એના પ્રત્યેક વાક્યમાં તત્વજ્ઞાન મૂકયું છે અને ખૂબી એ કરી છે કે શ્રોતામાં કે વાંચનારમાં જેટલી આવડત હોય તેટલું એ તત્ત્વજ્ઞાનામૃતનું પાન કરી લે અને નહિ તો અદ્ભુત વાર્તા તે ચાલી જ આવે. એમણે નીચેના વિષયે મુખ્ય લીધા છે પણ અંદરના વિષયોને તો પાર નથી, કારણ કે એના પાત્રોની પ્રત્યેક ચર્ચા તત્વજ્ઞાનની વાર્તા છે. પ્રથમ મુદ્દાના સિદ્ધાતેની રચના જોઈ જઈએ.
(૪) સંસારીજીવનું ચરિત્ર એટલે જૈન દર્શનના અભિપ્રાય આત્માના વિકાસકમ, એને એક નજરે Theory of Evolution કહી શકાય, પણ ઈલ્યુશનમાં દષ્ટિ સમષ્ટિ તરફ હોય છે અને અહીં દષ્ટિ પ્રત્યેક આત્માના વિકાસ તરફ છે. ઈલ્યુશનનો સિદ્ધાન્ત માનનાર સર્વદા આગળ પ્રગતિ જ દેખે છે અને જૈન વિકાસકમમાં બીજા વિરુદ્ધ બળાના સદુભાવે પશ્ચાદ્દગતિ પણ થાય છે એ જૈન નજરે વિકાસકમમાં અને ઈવોલ્યુશનવાદમાં મેટો તફાવત છે. દાખલા તરીકે ચોથા પ્રસ્તાવને છેડે સંસારીજીવ (રિપુદારણ) સાતમી નરકે જાય છે એ છેલ્યુશનવાદને મતે અશકય છે. જૈન મતને કર્મવાદ સમજતાં એ સ્પષ્ટ થઈ જાય તેવી હકીકત છે. પાંચમા પ્રસ્તાવને છેડે સંસારીજીવ ( વામદેવ ) પંચાક્ષપશુસંસ્થાન(તિયચ)માં જાય છે એ એને પશ્ચાતુકમ છે; અને સાતમાં પ્રસ્તાવના સોળમા પ્રકરણમાં એ માછલે, વાઘ, બિલાડે થાય છે એ સર્વ જૈન નજરે વિકાસક્રમના માર્ગો બતાવે છે. આ પ્રાણી અસલ અસંવ્યવહાર નગર(સૂમ નિગોદ)માં પડ્યો હોય છે ત્યાંથી એને વિકાસ કઈ વખત અકામ નિર્જરા થઈ જાય અને લેકસ્થિતિ Eternal laws of nature એ એને બહાર નીકળવા વારો આવે ત્યારે એ અત્યંત અબોધ (ભયંકર અજ્ઞાન) અને તીવ્ર મહોદયના પંજામાંથી છૂટી સંવ્યવહાર નગરે આવે. એકેદ્રિયના પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિમાં ફરે, એમ કરતાં એને બે ઇંદ્રિય પ્રાપ્ત થાય, ત્રણ થાય, ચાર થાય. આ વિકલેંદ્રિય દશામાં અથડાતાં કૂટાતાં એ વળી પંચાક્ષપસંસ્થાને આવે એટલે પંચંદ્રિય તિર્યંચ થાય. •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org