________________
[ શ્રી સિદ્ધર્ષિ : : ઉપમિતિ ગ્રંથ :
સાતમા પ્રસ્તાવમાં લડાઇ વધારે આકરું રૂપ લે છે. માહરાજાને જણાય છે કે એમણે જાતે જ મેદાને જ ંગમાં ઉતરવુ જોઇએ. એને જણાયું કે પેાતાના મિત્ર રાજા જ્ઞાનસ ંવરણુ પાછેા હઠ્યો છે, માટે શત્રુને મૂળથી ઉખેડી નાખ્યા વગર હવે છૂટકા નથી. પછી આખા લશ્કરને તૈયાર રાખ્યું અને પરિગ્રહને સાથે લઈ માહરાજા પોતે જ રસ ગ્રામમાં ઉતરી પડ્યા. ( પ્ર. ૭. પ્ર. ૧૧ ) માહરાજાની મદદે સાગર-મહલિકા—પરિગ્રહ આવ્યા, છતાં એનુ જોર નરમ પતુ જતુ હતું એમ ચાક્કસ લાગવા માંડ્યું, એટલે મહામેાડુરાજાએ જાતે જ મહા આક્રમણ કર્યું " ( પ્ર. ૭. પ્ર. ૧૫ ) અને એમાં એમણે પેાતાના મિત્રરાજાએ અને પેાતાના આખા લશ્કરના ઉપયાગ કરી નાખ્યા. આ અતિ આકરા આક્રમણમાં એ ફાવ્યો અને ચારિત્રરાજને છૂપાવુ પડ્યું.
૮૪
આઠમા પ્રસ્તાવને પ્રથમ વિભાગ લડાઇના જ છે. આઠમા પ્રકરણમાં ભયંકર આંતરયુદ્ધ થાય છે અને નવમા પ્રકરણમાં આખરે મેહરાજાના પરાજય થાય છે. આમાં દશ કન્યા સાથે લગ્ન, સુખાપલાગ વિગેરે સર્વ લડાઈના પેટામાં આવે છે.
આ રીતે જોઇએ તા નાયકની અંતરંગ લડાઈની વાર્તા આપ્યા ગ્રંથમાં આવે છે. પાંચમા પ્રસ્તાવમાં ૧૯ મા પ્રકરણમાં લડાઇને અંગે રાજનીતિના આખા શાસ્ત્રનું બહુ મુદ્દાસર વર્ણન કર્યું છે. એમાં છ ગુણા, પાંચ અંગો, ત્રણ શક્તિ, ત્રણ ઉદય સિદ્ધિ, ચાર નીતિ અને ચાર રાજવિદ્યાનું જે મુદ્દાસર વર્ણન કર્યું છે તેના વિસ્તારમાં લડાઇની સર્વ હકીકતાના સમાવેશ થઈ જાય છે. એમાં સંધિ વિગ્રહના પ્રસંગ અને સામ-દાનાદિ નીતિ ખાસ વિચારવા યેાગ્ય છે (પૃ. ૧૩૦૬–૧૩૧૦ ). એ ઉપરાંત પ્રેષણ, શત્રુ સંબંધી તપાસ, લશ્કરી ખાતાના જુસ્સા, સીવીલિયનની ચારે બાજુની તપાસ, લશ્કર ઉપર દિવાની અકુશની જરૂર વિગેરે અનેક લડાઈની વાતા અને ખુદ લડાઈ થાય છે તે સર્વ એ ગ્રંથની વીરરસ પાષણુતા બતાવે છે. એ રીતે જોતાં લડાઈની હકીકતૈાથી આખા ગ્રંથ ભરપૂર છે એમ કહી શકાય. એના દાખલા આપવાની જરૂર નથી, કારણ કે આખા ગ્રંથમાં ગમે ત્યાં જોવામાં આવશે તા ત્યાં અંતરંગ અને ખાહ્ય યુદ્ધની વાતા પ્રચુર દેખાશે. ખુદ લડાઇના પ્રસંગેાના પાર નથી:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org