________________
એ ગ્રંથ એપિક ગણાય ? ] બીજું કાંઈ નથી. એની આંતર રાજધાનીમાં બે લશ્કર ગેઠવાઈ ગયા છે અને બન્નેના જબરા પડા મોરચા માંડીને પડેલા છે. ચિત્તવૃત્તિ અટવીના એક નાકા ઉપર મેહરાજાના સૈન્યને પડાવ જમાવ્યો છે અને બીજી બાજુએ ચારિત્રરાજને પડાવ જામ્યો છે.
ચોથા પ્રસ્તાવમાં એમના પડાવનું વર્ણન જ કર્યું છે. એને આપણે સામસામાં લશ્કરનું વર્ણન કહીએ. એના પ્રકરણ ૯ થી ૧૮ સુધીમાં એક બાજુના (મોહરાયને ) આખા લશ્કરને વર્ણવ્યું છે. એ જ પ્રસ્તાવમાં પ્રકરણ ૩૩ થી ૩૬ સુધીમાં બીજી બાજુના ચારિત્રરાજાના લશ્કર અને તેનાં સ્થાનાદિનું વર્ણન આવે છે. આ આખી જના “એપિક ની યોજના( placing )ને અનુરૂપ છે.
મેહરાજા પોતાનું કાર્ય પ્રથમ મંત્રી દ્વારા સાધે છે. એ વિષયાભિલાષ મંત્રી પોતાના પાંચે બાળકોને સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્રને-એ કાર્યમાં યોજે છે. એ લડાઈની રાજનીતિમાં કુટનીતિ બરાબર અનુરૂપ છે. એ પાચ વિષયાભિલાષ સંબંધીજનનું કાર્ય ત્રીજાથી સાતમા પ્રસ્તાવ સુધી બરાબર ચાલે છે અને એ અંતરવાર્તા લડાઈના મામલાને અંગે જ થયેલી છે તે અંદરખાનેથી મુદ્દાની અંતરવાર્તા સમજી ખ્યાલમાં રાખવી. પાંચમા પ્રસ્તાવમાં લડાઈને મરચા મંડાય છે. ઓગણીશમાં પ્રકરણમાં પ્રથમ ચારિત્રરાજને સુભટ ઘવાય છે. લડાઈની પહેલા કરવી જોઈતી ઘરમાં અંદરઅંદરની સલાહ, પિતાનાં બળની વિચારણું, સામાના બળની તુલના, લશ્કરી માણસોને જુસ્સો, વિનીત (Civilian) ને સંયમ અને હૂતને મોકલવાની વાત એ સર્વ લડાઈના મોરચા મંડાવાના પગરણ છે. દૂતના સંદેશા ભાંગી પડે છે, લડાઈ જામે છે. નાયક પોતાના હાથમાં ન હોવાથી ચારિત્રરાજાના લશ્કરમાં ભંગાણ પડે છે, નાશભાગ થાય છે અને આવી ભયંકર લડાઈનાં મૂળ કારણ જેમ હમેશાં તદ્દન નામના હોય છે તેમ સંતે લીધેલ વલણ તેની કારણભૂત જણાય છે. પ્રથમ લડાઈમાં ચારિત્રરાજાની હાર થાય છે. છઠ્ઠા પ્રસ્તાવમાં છ વર્ષના રાજ્યને અંગે મહારાજાના દરબારમાં અને ચારિત્રરાજાના દરબારમાં જે વિચારણાઓ ચાલે છે, સલાહ લેવાય છે અને કાર્ય થાય છે તે સર્વ લડાઈનાં તંત્રના આવિર્ભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org