________________
૮૨
[ શ્રી સિદ્ધર્ષિ : ઉપમિતિ ગ્રંથ : (૪) નિપુણ્યકની દીક્ષા અવસરે શાંતરસ પ્રસરી રહે છે.
(ક, ૧. પૃ. ૨૦૪.) (૪) ભવજતુ સદાગમની પર્યાલચનાનું જે વર્ણન સ્પર્શન કરે
છે તે શાંત રસથી ભરપૂર છે. (પ્ર. ૩. પ્ર. ૩. પૃ. ૩૭૬-૮.) આ તે સામાન્ય ઉપરટપકેની નોંધ છે. બાકી આખો ગ્રંથ નવ રસથી ભરેલો છે અને એને મહાકાવ્ય ગણવાને દાવા એ ઉપરથી બરાબર સિદ્ધ થઈ શકે છે. ઉપરના રસપ્રગના વર્ણન સંબંધી વ્યાખ્યાના ફેરફારને અંગે મતભેદ થઈ શકે તે પર ચર્ચા કરવી અસ્થાને છે. મારે કહેવા આશય એ છે કે આખા ગ્રંથમાં ન સની પાષણ ખૂબ થઈ છે. આ મુદ્દામાં મતભેદ પડવાને મને સંભવ લાગતા નથી અને મારા મત અને મહાકાવ્ય ગણવા માટે એટલી વાત પૂરતી છે. ૧૪. એ ગ્રંથ એપિક (Epio ) ગણાય?
પ્રથમ “એપિક” એટલે શું તેને ખ્યાલ કરીએ. એનો અર્થ કાશકારો “વીરચરિત વર્ણન, મહાકાવ્ય અથવા વીરપુરુષઈતિહાસ” એમ કરે છે. અત્યારે ઈંગ્લીશ સાહિત્યમાં “ઇલીયડ” ( Illiad) નું ભાષાવતરણ અને સંસ્કૃતમાં “મહાભારત”ને એપિકની કક્ષામાં ગણવામાં આવે છે. એમાં એક જબરજસ્ત લડાઈનું વિસ્તૃત વર્ણન આવે છે અને તેને અંગે નાયકના પરાક્રમનું વર્ણન સાથે હોય છે. એ ઉપરાંત કાવ્યની નજરે એમાં મહાકાવ્યના સર્વ ગુણે હોય છે. કેટલાક મત પ્રમાણે એવા ગ્રંથની લંબાઈ પણું ઘણી મેટી હાય એ વાત પણ અગત્યની ગણવામાં આવે છે. વીર રસને એમાં પ્રાધાન્ય આપેલ હોય છે અને કલ્પનાની ભવ્યતા અને ઉડ્ડયન એવા ગ્રંથમાં ઠામ ઠામ જોવામાં આવે છે.
શ્રી ઉપમિતિ ભવપ્રપંચ કથાને નાયક અનુસુંદર ચક્રવતી છે. એના આખા ચરિત્રનું વર્ણન એના મુખથી કહેવરાવવામાં આવ્યું છે, અને તે પણ અમુક આશયને લક્ષમાં રાખીને કહેવામાં આવ્યું છે. આશયને આપણે હાલ આ પ્રસ્તુત બાબતને અંગે જરા દર રાખીએ તે, એના ચરિત્રમાં લડાઈના વર્ણન સિવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org