________________
૭૬
[ શ્રી સિહર્ષિ : ઉપમિતિ ગ્રંથ આમાં વર્ણનની નજરે જ ઉપરની હકીકત વિચારવાની છે. એનાં રહસ્યો કે ભાવાર્થો વિચારવાને પ્રસંગ જુદે છે. અહીં કહેવાની હકીકત એ છે કે શ્રી સિદ્ધર્ષિ ગણિએ ઉપરનાં (તેમજ બીજાં અનેક) વર્ણને એવી સુંદર રીતે કર્યો છે અને કલ્પનાચિત્રો એવાં સુંદર રજૂ કર્યા છે કે એ વાંચતાં આપણે જાણે તે સ્થાન પર હાજર જ હઈએ એમ આપણું મન પર છાપ પડી જાય છે. જે આપણુમાં કલ્પનાનો છાંટો પણ હોય તો આપણે બરાબર ચિત્તવૃત્તિને છેડે ઊભા રહી પ્રકર્ષ ને વિમર્શની જેમ આખી મેહરાયની ચાળવણી જોઈ શકીએ અને ઊડીને જૈનપુરમાં વિવેક પર્વતના શિખર ઉપર પણ જઈ આવીએ અને એ જૈનપુરના જીવવીર્ય સિંહાસનને અને તે પર બેઠેલા શાંતમૂર્તિ ધર્મરાજાને (ચારિત્રરાજને) જોઈ આવીએ. જે આપણને ગ્રંથકર્તા આવી રીતે પિતાની સાથે રાખી શકે, એની મરજીમાં આવે ત્યાં એ આપણને લઈ જઈ શકે તો એનું વર્ણન સફળ છે અને એ સફળતામાં “કાવ્યત્વ” છે. ક૫નાની ભવ્યતા અતિ ઉચ્ચ હોય, પણ તે વાચકને અગ્રાહ્ય હોય કે કલ્પનાતીત હોય તો તે કાવ્ય અલનાત્મક છે. એ વિશિષ્ટ અભ્યાસીને ભલે ઊંચે ઉડાવે, પણ પ્રાત જનતાને એ અનભિગમ્ય હાઈ નિરર્થક છે. શ્રી સિદ્ધર્ષિની કલ્પના અને તેમનાં વર્ણન અતિ વિશિષ્ટ હોવાં છતાં બહુ સાદાં અને પ્રાકૃત મનુષ્યની કલપનાને પણ ડોલાવનારાં હોઈ તેની સાથે જ ભવ્ય કલ્પના કરનારને વિશિષ્ટ અસર ઉપજાવનારાં છે. આવું બેવડું કાર્ય કઈ રીતે બની શકયું હશે તેને વિચાર કરવા સાથે તેનું પરિણામ જોઈએ એટલે આ ગ્રંથનું કાવ્યત્વ બરાબર સ્પષ્ટ થઈ જાય છે.
એમણે વર્ણનેમાં પ્રાણ મૂક્યાં છે. એમનાં વર્ણને માત્ર વર્ણન ખાતર નથી. એમને વર્ણન ખાતર એક વાક્ય પણ લખવું નહોતું. એમણે સંસારીજીવની પાસે પ્રતિજ્ઞા કરાવી છે કે “મારા ચરિત્રમાં ઘણે ભાગે ગૂઢ અર્થ વગરનું એક પણ વાકય નથી.” (પ્ર. ૪. પ્ર. ૮. પૃ. ૮૦૦ ) એ હકીક્ત ઉપર અગાઉ વિવેચન કર્યું છે એ જ પ્રતિજ્ઞા એમને વર્ણનમાં પણ જાળવવાની હતી અને સાથે તેમાં પ્રાણ પણ મૂકવા હતા. એમની નજરમાં એક પર્વત કે નદી, સરવર કે વિમાન, મંડપ કે મંચો અજીવ પદાર્થો હતાં. એ ડુંગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org