________________
એ કાવ્યગ્રંથ છે : ]
૭૫ ૫. બાળ કામદેવના મંદિરમાં જાય છે, સામાન્યબુદ્ધિ દરવાજા પર
ખડે રહે છે, કામદેવની ખાલી શય્યા પર તે સુવે છે, મંદિરમાં જ એને અતિ સ્વરૂપવાળી યુવાન મદનકંદળીને સ્પર્શ થાય છેતે આખું વર્ણન (પ્ર ૩, પ્ર. ૮) અને ત્યારપછી દશમાં પ્રકરણમાં એ મદનકંદળીના વાસભવનમાં દાખલ થાય છે અને કમળ શય્યા પર ઊંઘી જાય છે, પછી રાજાના આગમન શબ્દથી જાગી જઈ પછાડી ખાઈ જમીન પર પડે છે. (પ્ર. ૩, પ્ર. ૧૦). એ આખું વર્ણન ક૯૫ના ભવ્ય હોવા સાથે અત્યંત આકર્ષક છે.
આવાં અનેક દષ્ટાન્તો આપી શકાય તેમ છે. ગ્રંથકર્તાની કલ્પનાની ભવ્યતા એટલી ઉત્તમ પ્રકારની છે કે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. એમાં મેહરાય અને ચારિત્રરાજની આખી લડાઇનાં રસાત્મક વર્ણને તે લેખકની કલ્પનાને ઉત્કૃષ્ટ આકારમાં બતાવે છે.
કાવ્યને બીજે ગુણ કલ્પનાની ભવ્યતા ઉપરાંત વર્ણનમાં આવે છે. એમાં જે વર્ણન આવે તે હૃદયંગમ અને સ્પષ્ટ હોવાં જોઈએ અને છતાં ગૌરવથી ભરપૂર હોવાં જોઈએ. કાવ્યની નજરે વર્ણનેને તો કાંઈ આખા ગ્રંથમાં પાર નથી, પણ આપણે નીચેનાં વર્ણને દાખલા તરીકે જોઈએ. એ વર્ણન વાંચતાં આ કાવ્યગ્રંથ છે એમ જરૂર જણાશે. ૧. શરદ્રર્ણન (પ્ર. ૪, પ્ર. ૮, પૃ. ૭૮૫-૬). હેમંતવર્ણન (પ્ર.
૪, પ્ર. ૮, પૃ. ૭૮૭-૯). શિશિરવર્ણન (પ્ર. ૪, પ્ર. ૨૦, પૃ. ૯૧૨–૫). વસંતવર્ણન (પ્ર. ૪, પ્ર. ૨૧, પૃ. ૯૨૧-૪). ગ્રીષ્મવર્ણન (પ્ર. ૪, પ્ર. ૩૭, પૃ. ૧૯-૧૧૦૦). વર્ષોવર્ણન(પ્ર.
ક, પ્ર. ૩૭, પૃ. ૧૧૦૧–૩). ૨. અદૃષ્ટમૂલપર્યતનગર વર્ણન (પ્ર. ૧. પીઠબંધ પૃ. ૫૧–૩.) ૩. મનુજગતિનગરી વર્ણન (પ્ર. ૨. પ્ર. ૧. પૃ. ૨૧ર-૭) ૪. કર્મપરિણામના સંસારનાટકનું વર્ણન (પ્ર.૨.પ્ર. ૨.પૃ. ૨૬-૨) પ. આગનું વર્ણન. તે વખતની લેકનાં મનની સ્થિતિ (પ્ર. ૭,
પ્ર. ૨, પૃ. ૧૬૫૮-૯) ૬. સંસારબજારમાં બન્ને ચક્રોનું વર્ણન (પ્ર. ૭,પ્ર.૮,પૃ. ૧૭૪૩–૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org