________________
૭૪
[ શ્રી સિદ્ધર્ષિ : ઉમિતિ ગ્રંથ :
મમત જરૂર ધ્યાન ખેંચે તેવી છે. રૂપક કથા કરવા માટે ભવ્ય કલ્પના કરી તે વાત તદ્ન પૃથક્ છે. એ કલ્પના તા ભવ્ય હાવા ઉપરાંત તદ્ન નૂતન, માલિક અને અતિ વિશિષ્ટ છે તે આપણે ઉપર વિચારી ગયા; પણ એના કાવ્યત્વની ચર્ચા કરતાં વર્ણનની ભવ્યતા ઉપર ધ્યાન આપવાનું છે. એનાં દાખલા અનેક છે, પણ ગ્રંથમાંથી નીચેના પ્રસંગે। માત્ર તેના છૂટાછવાયા દાખલા તરીકે વિચારીએ તેા કલ્પનાની ભવ્યતા અને રસની રેલમછેલ જોઇ શકાશે.
૧. ચેાથા પ્રસ્તાવમાં ચિત્તવૃત્તિ અટવીને નાકે પ્રમત્તતા નદીની વચ્ચે તદ્વિલસિત દ્વીપમાં ચિત્તવિક્ષેપ મંડપ નાખી તેમાં તૃષ્ણાવેદિકા પર વિપર્યાસ સિ ́હાસન મૂકી તે પર મહામેાહ રાજાને બેસાડી તેના પિરવારનું વર્ણન કર્યું છે (પ્ર. ૪, પ્ર. ૯ ) તે આખું વર્ણન ભવ્ય કલ્પનામય છે. એ રૂપકની નજર માજી ઉપર રાખતાં માત્ર ચિત્રની નજરે પણ ખરેખર અદ્ભુત છે. ૨. ધનશેખરના ચરિત્રમાં (૫. ૬, પ્ર. ૭) હિરકુમારને દિરયામાં ફેંકી દેવાના પ્રસંગ અને તેને જ પરિણામે એ સમુદ્રદેવની સહાયથી રાજ્યગાદીએ બેસે છે એ આખું પ્રકરણુ− ભર દિરચેથી રાજ્યસિંહાસને ’અદ્ભુત કલ્પનાથી ભરપૂર છે અને વણું ન પણ રસાત્મક છે. એ ચિત્ર તરીકે પણ મહાન્ છે. ૩. ગુણુધારણના ચરિત્રમાં (પ્ર. ૮, પ્ર. ૩ ) તારામૈત્રક થયા પછી બીજે દિવસે ગુણુધારણુ અને મદનમાંજરીના મેળાપ થાય છે, ત્યાં કનકેાદર તેમના આહ્લાદમદિર બગીચામાં સૂક્ષ્મવિધિએ લગ્ન કરે છે, તે વખતે ચાલતે લગ્ન આકાશમાં બૂમ પડે છે, કનકેાદર અને તેના વિરોધી વિદ્યાધરાને લડાઇ શરૂ થાય છે—એ સર્વ વર્ણ નમાં બનાવાની સત્વરતા અને કલ્પનાની ભવ્યતા અપ્રતિમ છે. તે ભવ્ય ચિત્ર રજૂ કરે છે.
૪. ખઠરગુરુ કથાનક (પ્ર. ૫, પ્ર. ૧૬ ) ના ઉત્તર ભાગમાં ગુરુ રાત્રે શિવાલયમાં જઇ ચારા ઊંઘતા હતા ત્યારે દીવેા સળગાવે છે અને પછી હાથમાં વજદંડ લઈને સ ચારાને ટકાવે છે. એ આખી પના અસરકારક છે. રાત્રિના ખાર વાગે મંદિરમાં દીવા સળગાવવાની વાત સ્વત: વિશિષ્ટ પનાથી ભરપુર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org