________________
७२
[ શ્રી સિહર્ષિ : ઉપમિતિ ગ્રંથ છે વાક્ય નથી એ લેખકની પ્રતિજ્ઞા છે અને ઉપનય એ જ રૂપક છે. ગ્રંથકર્તાની પ્રતિજ્ઞા રૂપક વગરને એક પણ શબ્દ ન લખે એવી છે અને તેને તેઓ બરાબર વળગી રહ્યા છે. અંતરંગ પાત્રો જુદા જુદા પ્રસ્તાવમાં ફરતા જાય છે, પ્રત્યેકમાં એક એકની મુખ્યતા છે અને તેવી જ રીતે બહિરંગ પાત્ર પણ ફરતા જાય છતાં વસ્તુત: એ સંસારી જીવના જુદાં જુદાં રૂપકે જ છે. સંસારનાટકમાં ખેલ ખેલતાં એ પાત્રો જેમ જુદા જુદા ખેલ કરે છે તેમ સંસારી જી સર્વ ખેલ કર્યા કરે છે. દરેક વખત જુદા જુદા રૂપ લે છે, પણ એ કર્મ પરિણામ અને કાળપરિણતિને વશ રહે છે અને છતાં એનામાં વ્યક્તિત્વ છે, પ્રભુતા છે, પિરુષ છે અને કર્મપરિણામના અધિકારમાંથી નીકળી જવાની શક્તિ છે. એ પ્રચ્છન્ન શક્તિને વ્યક્ત કરનાર પણ છવો હોય છે અને તે સર્વથી ઉપરને સ્થાનકે ચાલ્યા જાય છે. આ આખું નાટક બતાવવું એ મહારૂપક છે અને તેને રૂપક કથા ન કહેવી એ વાત ચાલે તેમ નથી. શ્રી સિદ્ધષિનો ખરો આશય સંસારીજીવને ચીતરવાને છે અને જે રૂપક દ્વારા અંજન, જળ અને અન્નને પ્રયોગ કરવાનું છે, એની વિપુલતા દાખવી એને રજૂ કરવાનું છે અને તે સર્વ પાસે રજૂ કરી તેને ઉપયોગ કરવાનું છે. આથી બહિરંગ પાત્રને રૂપક કથામાંથી બાદ કરી શકાય તેમ નથી. તેઓ જીવતાજાગતા પાત્ર છે, પણ છતાં તે પણ રૂપક જ છે અને તે રૂપક નથી એમ કહેવામાં તે લગભગ આખી વાર્તાને આશય ઊડી જાય તેમ છે.
આ રીતે વિચાર કરતાં આ કથાનું પૂર, રૂપકોની સટતા, આખી સંસારઘટનાને રૂપક કરવાનો પ્રયત્ન અને તેમાં કર્તાએ મેળવેલ ફતેહ જોતાં આ ગ્રંથને રૂપક કથાને અદ્દભુત ગ્રંથ કહી શકાય તેમ છે. આ સર્વ હકીક્ત બનીઅનના સદર ગ્રંથ સાથે તેની સરખામણીને અંગે નિશ્ચિત થાય છે અને પ્રસંગેપાત 3. યાકેબીના અભિપ્રાય પર ચર્ચા પણ થઈ જતાં તેને રૂપક કથાને સ્વાંગ વિશેષ સ્પષ્ટ થાય છે.
રૂપક કથા શી વસ્તુ છે અને તેને અંગે શ્રી સિદ્ધર્ષિમાં માલિતા કેટલી છે અને રૂપકથાકાર તરીકે તેમનું સ્થાન શું છે તે વિચાર્યું. હવે આ ગ્રંથની બીજી ખાસી અને તપાસી જઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org