________________
સરખામણી ને મુકાબલે છે - થાય છે ત્યાંથી આઠમાના બીજા ભાગ સુધી પ્રત્યેક શબ્દ રૂપક જ છે. એનું બાહ્ય જીવન તે રૂપક કથાને ભાવ સવિશેષ ભજવે છેઘનવાહન કે નંદિવર્ધનના ભવો એના બાહ્ય જીવનને અંગે ખાસ રૂપક જ છે. એમાં આખા સંસારનું અને અમુક ભાવનું જે વર્ણન છે તે પણ રૂપક છે અને ખૂદ ગમનાગમન, લગ્ન અને વ્યવહાર એ પણ રૂપક છે. આ બાબત ગ્રંથના જરા ઊંડાણમાં ઉતરતાં સ્પષ્ટ થઈ જાય તેમ છે અને એ દષ્ટિએ આખો ગ્રંથ ખાસ લક્ષ્યમાં રાખવા
ગ્ય છે. એમની પિતાની પ્રતિજ્ઞા પણ એ જ છે કે “હવે જે કથા રચવામાં આવે છે તેમાંનું એક પદ પણ બનતા સુધી ઉપમેય વગરનું નહિ આવે” (પૃ. ૨૧૬) અને આ તેમની પ્રતિજ્ઞા તેમણે બરાબર જાળવી છે એમ બતાવી શકાય તેમ છે. કહેવાની વાત એ છે કે ઉપમિતિ ગ્રંથ સર્વાગ રૂપક કથા છે જ્યારે બનીઅનનું સદર પુસ્તક ઘણું સુંદર છે પણ એનું ક્ષેત્ર અતિ મર્યાદિત છે. જેટલા પૂરતું તે લખાયું છે તેટલા પૂરતું તેને પણ રૂપક કથા ની કક્ષામાં બરાબર મૂકી શકાય.
ડે. યાકોબી ઉપમિતિ ગ્રંથની પ્રસ્તાવના લખતાં કહે છે કે “ગ્રંથના નામ ઉપરથી દાખવવામાં આવ્યું છે તે પ્રમાણે ઉપમા દ્વારથી આ સંસારની જુદી જુદી જીવનલીલાઓ બતાવવાને આ ઉપમિતિ ભવપ્રપંચ કથાને ઉદ્દેશ છે. એ ગ્રંથ “પીસ્ત્રીમ્સ પ્રોગ્રેસને વિસ્તાર અને ઉદ્દેશમાં મળતી આવે છે છતાં તે તદ્દન આખી રૂપક કથા નથી, કારણ કે એ વાર્તામાં જે પાત્રના આજુબાજુના સંયને લગતી વાર્તા આવે છે ત્યાં, તેમજ તેમના જીવનપ્રસંગેની હકીક્તમાં અને બીજી તેવી બાબતમાં તે એ જ અર્થમાં જેમ બીજી વાર્તામાં હોય છે તેમ સમજવાના છે, પરંતુ સંસારીજીવના આંતર
જીવનની વાત આવે, જ્યાં તેના અંદરના મનેવિકાર, દુર્ગણે, સદગુણે, કર્મો અને તેના વિપાકે ની વાર્તા આવે ત્યાં રૂપક કથા તરીકે તેને સમજવાની છે. આ રૂપકે, તેમનાં કાર્યો અને સંસારીજીવ સાથે તે જે સંબંધમાં રહે છે તે આખી વાર્તાના ક્રમમાં રૂપક તરીકે છે. એટલા માટે સિદ્ધર્ષિની વાર્તામાં એક પ્રકારના પુરુષો આવે છે અને જે દરેક પ્રસ્તાવમાં જુદા પડે છે તેને સાચા પ્રાણીઓ ગણવાના છે અને બીજા પ્રકારના પુરુષો આવે છે તે રૂપક તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org