________________
[ શ્રી સિહર્ષિ ઉપમિતિ ગ્રંથ : નારને અપૂર્વ ગ્રંથનો પરિચય કરાવવાની જે શૈલી અઢારમા અને ઓગણીશમા સૈકામાં અનુકરણીય ગણાઈ હતી તેને તે એક નમૂન છે. ૧૨ સરખામણુ અને મુકાબલે. અગ્રેજી પુસ્તક
બીજ ચાર્લ્સ રાજાના સમયમાં જ્હોન બની અને પીલગ્રીમ્સ પ્રોગ્રેસ (Pilgrim's Progress) નામનું પુસ્તક ઈ. સ. ૧૬૬૦ માં બેડફર્ડ જેલમાં લખ્યું, તે પુસ્તકને આપણું ગ્રંથ સાથે અનેક પ્રકારનું સામ્ય હોવાથી બનેની સરખામણી કરવા છે. અંગ્રેજી ભાષામાં આવી શૈલીએ 2 થ લખાયા છે એ વાત આનંદ આપે તેવી છે. તેમાં એક ગરીબ માણસ મુસાફરી કરીને દેવી શહેર ”જતો બતાવ્યો છે અને તેમાં તેને રસ્તામાં અનેક પ્રકારની લાલચ, નિરાશાઓ, અગવડો અને પ્રત્યવાયો નડે છે; પણ તે તેના નિશ્ચયમાં દઢ હવાથી આગળ મક્કમપણે વધતો જાય છે. સંસારીજીવને આપણું ગ્રંથમાં જે કડવા અનુભવ થાય છે તેવા તેને પણ ખૂબ થાય છે. એમાં નિરાશાની ખાઈ, મોતની સામે ફાંફા, સેતાનની દગલબાજી, વાતો કરનારાની નકામી વટો અને આસ્તિકની ધર્મ તરફ રુચિ અને અડગતા બહુ ધ્યાન ખેંચે તેવા છે. એમાં કેટલાક પાત્રો તો આબાદ ઉપમિતિ સાથે સરખાવવા જેવા છે. એને ઈન્ટર પ્રીટર એ
સ્વકર્મવિવર” દ્વારપાળ સાથે બંધ બેસે તેવો છે, એને ટેકેટીવ (Talkative) દુર્મુખ સાથે સરખાવવા યોગ્ય છે (પ્ર, ૪, પ્ર. ૨૬) એને Worldly wiseman વિમધ્યમ (પ્ર, ૬. પ્ર. ૧૩) સાથે સરખાવવા ગ્ય છે, અને એ જ પ્રમાણે એના Prudence, Piety, Charity વિગેરે દરેક પાત્ર કે ભાવોની સાથે સરખાવાય તેવા પાત્રો ઉપમિતિમાં છે. જે પૂર્ણ અવકાશ હોત તે લગભગ દરેક પાત્રોની સરખામણુનું પત્રક રજૂ કરત-કરી શકાય તેમ છે. શ્રી સિદ્ધર્ષિને તે આખો સંસાર ચીતરે હતું એટલે એમનામાં પ્રાયે કઈ ભાવ બાકી રહ્યો નથી, જ્યારે બનીઅનને તે માત્ર એક આસ્તિક શ્રદ્ધાળુને માર્ગ બતાવવો હતો. બનીઅનની આખી બુક allegory છે અને શ્રી સિદ્ધષિને પ્રત્યેક શબ્દ allegory ને જ છે.
ડો. યાકેબી બાહ્ય અને આંતર ચરિત્રને તફાવત કરી આંતર જીવનને જ રૂપક કથામાં સમાવેશ કરે છે, પણ ત્યાં તેઓની સમજફેર જણાય છે. મારા મતે તે બીજા પ્રસ્તાવમાં સંસારી જીવનું ચરિત્ર શરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org