________________
તેમની શૈલીનું અનુકરણ : } અર્થે લેશમાત્ર ઉદ્ધાર કરીને આ કેવળ વાર્તારૂપ કથા મેં લખી છે.” એમણે શ્રીસિદ્ધર્ષિની વાણુને “અમૃતના સમુદ્ર” જેવી કહી છે.
સદર ટૂંકી ઉપમિતિ ભવપ્રપંચા-કથા સંસ્કૃત ગદ્યમાં શ્રીહંસરને લખી તેનું ગુર્જર ભાષામાં વાર્તિક શ્રી અમૃતસાગર ગણિએ કર્યું છે, સંવત જણાતું નથી.
એ ગુર્જર વાર્તિક શ્રાવક ભીમશી માણેકે શ્રી પ્રકરણરત્નાકરના પ્રથમ ભાગમાં છપાવ્યું છે. તેની ભાષા સુધારી શ્રી જૈનધર્મપ્રસારક સભાએ સંવત્ ૧૫૩ માં સુંદર આકારે છપાવ્યું. મને આ ગ્રંથનું અવતરણ કરવાનું સાધન પ્રકરણરત્નાકર ગ્રંથ બન્યો હતો તેથી તેની નેધ કરવી આવશ્યક છે. હકીકત એમ બની કે સંવત્ ૧૯૫૦ માં મારા કાકાશ્રી કુંવરજી આણંદજીએ સદર ગુજરાતી વાર્તિકનું વાચન ૨૦૦ માણસ સમક્ષ દરોજ સાંજરે શ્રી આદિનાથના દેરાસર (ભાવનગરમોટા દેરાસર)ના ઉપાશ્રયમાં લગભગ દેઢ માસે પૂર્ણ કર્યું અને વાંચતાં વાંચતાં વાર્તા સમજાવતા ગયા. મને પ્રકષ વિમર્શની વાત બહુ યાદ રહી ગઈ. એ મામા ભાણેજ ડુંગર ને નદીઓમાં ફર્યા એટલે મારે જાગૃત સ્વપમાં મેટા મામા અને તેની આંગળીએ ભાણેજને ફરતે હું જઈ શકતો હતો. એ વખતે મારે પ્રશ્નો પૂછવાની ટેવ પણ ઘણું હતી. એટલે જાણે મામા સાથે હું જ હોઉં એવું મને લાગતું હતું. તે વખતે મારી ઉમર કલ્પનામય હતી. અપ્રાસંગિક વાત ઉપકારને નિર્દેશ કરવા કહી નાખી. હવે તો મને એમ લાગે છે કે શ્રીસિર્ષિને બરાબર સમજવા માટે એમને આખે ગ્રંથ જ વાંચવા જોઈએ, છતાં સદર નાના ગ્રંથો પણ મારા જેવા બાળજાને માટે જરૂરી છે. એમાં કાંઈ નવીનતા કે મૌલિકતાનો સવાલ જ નથી. મૂળ ગ્રંથને એ ટૂંક સાર છે, એને Epitome–સંક્ષેપ કહી શકાય.
શ્રીવિનયવિજય ઉપાધ્યાયે શ્રીઉપમિતિભવપ્રપંચનું એક સ્તવન લખ્યું છે તે શ્રીનકારત્નમેષના ત્રીજા ભાગમાં (પૃ. ૧૦૬–૧૧૪) છપાયું છે. સુરતમાં રહી સં. ૧૭૧૬ માં બનાવ્યું છે. એમાં ચોથા પ્રસ્તાવના પાત્રોને ખૂબ બહલાવ્યા છે. ૧૩૭ દુહા એપાઈ છે. છેવટના ચોવીશ દુહા સુંદર છે. મેહરાય અને ચારિત્રધર્મના પરિવારને ઠીક ચીતર્યા છે. એમાં ખાસ નવીનતા નથી. ગુજરાતી ભાષા જાણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org