________________
[ શ્રી સિહર્ષિ ઉપમિતિ અધઃ આ ગ્રંથનું પૂર્વાર્ધ શ્રાવક ભીમશી માણેક તરફથી સને ૧૯૦૧ માં પ્રકટ થયું છે. સાથે હોઈ જરૂર વાંચવા લાયક છે. એ આ ગ્રંથ પદ્યબંધ છે. એને બીજો ભાગ (બાકીને ગ્રંથ) હજુ સુધી બહાર પડ્યો નથી. એમના ટ્રસ્ટી સાહેબેને આ અધૂરો ગ્રંથ પૂરો કરવાની વિજ્ઞપ્તિ છે. વૈરાગ્યકલ્પલતા જેવો ગ્રંથ લખીને શ્રીઉપાધ્યાયજીએ આવા ગ્રંથની અને આવી શૈલીની જરૂરીઆત સ્વીકારી છે તે એક જ હકીક્ત ઉક્ત શૈલીની ઉપયોગિતાના પુરાવારૂપે બહુ ઉપયોગી છે. જે અસાધારણુ બળવાન લેખકે સિદ્ધાન્તના સેંકડે વર્ષના વાંધાઓના નિકાલ કરી આપ્યા, જેઓ પૂર્વકાળની ભાવના નવા સ્વરૂપે વ્યક્ત કરવાને ઝંડા લઈને ચાલ્યા તેઓ આ રૂપકકધાની શૈલીનો સ્વીકાર કરે એટલે સિદ્ધાન્તથી તે એ પદ્ધતિને બાધ ન જ આવે એમ સિદ્ધ થઈ ગયું ગણાય. અવારનવાર બુદ્ધિવૈભવ અને યોગજ્ઞાનના અનેક ચમકારા એ ગ્રંથમાં છે, છતાં એમાં માલિકના છે જ નહિ અને વિશિષ્ટતા કઈ જગ્યાએ દેખાય છે તેનું સર્વ માન શ્રીસિદ્ધર્ષિને જ ઘટે છે. એ ગ્રંથમાં ભાષાસમૃદ્ધિ સારી છે. આટલી ટીકા સાથે એની સમાલોચના સમાપ્ત કરીએ.
આ સિવાય આ ગ્રંથનાં (ઉપમિતિનાં) છૂટાછવાયાં અનુકરણે દેખાય છે, એના તે નામ-નિર્દેશ જ કરવા ઉચિત ગણાય. એમાં મૌલિકતાને સવાલ જ રહેતા નથી. બીજાં અનુકરણે નીચે પ્રમાણે મારા જાણવામાં આવ્યાં છે.
ઉપમિતિ ગ્રંથ ઘણો મોટો ધારીને એના ઉપરથી સંક્ષેપમાં શ્રી રત્ન નામના સાધુએ સંસ્કૃતમાં એને સાર લખ્યો. ભાષા, શબ્દો. નામે અસલ પ્રમાણે રાખ્યા પણ ગ્રંથને વિસ્તાર છઠ્ઠા ભાગ જેટલો કરી નાખે. એ નાના ગ્રંથને તેઓશ્રી “કિયોહાર' કહે છે. એમને સંવત જણાય નથી. આખા ગ્રંથને છે કે તેમણે લખ્યું છે કે “ અધ્યાત્મરૂપ અમૃતના સમુદ્ર શ્રીસિદ્ધર્ષિગણિના મુખથી નીકળેલી વેરાગ્ય અને સંવેગાદિ રૂપ અનેક તરંગે કરી ગહન અને ગંભીર તમજ અપ શક્તિવંત જીવને દુઃખે અવગાડવારૂપ શ્રીઉપમિનિભાવપ્રપંચ નામે સમુદ્રની મર્યાદારૂપ પાણીની ભરતીવાળા ગ્રંથમાંથી મારા જેવા અદપ શક્તિવાળા પ્રાણીના અનુગ્રહને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org