________________
તેમની શૈલીનું અનુકરણ ] ચંદ્રસૂરિના બનાવેલ સદર ભવભાવના મૂળ ગ્રંથ હાલમાં છપાય છે. તેને પહેલો ભાગ છપાઈને બહાર પડેલ છે. તેની શરૂઆતમાં ૨૩૮ પૃષ્ઠ સુધી નેમિનાથનું ચરિત્ર છે. પછી તેમના મુખમાં ભવભાવના મૂકી છે, તેમાં પ્રથમ અનિત્યભાવના ઉપર બલિરાજાનું ચરિત્ર પૃ. ર૭૫ થી શરૂ કરવામાં આવ્યું અને તે પૃ. ૩૬૦ સુધી પ્રથમ ભાગમાં પૂર્ણ થયેલ છે. આ બલિરાજા તે જ ભુવનભાનુ કેવળી છે. આ ગ્રંથમાં ઉપર જણાવ્યું છે તેમ રૂપથા જેવું કાંઈ નથી, માત્ર ઉપમિતિના નામે ને ઉપયોગ છે. એને ઉપમિતિ ગ્રંથ સાથે સરખાવવા ગ્ય નથી. શ્રી સિદ્ધર્ષિની શૈલીનું અનુકરણ આ ગ્રંથમાં થયું છે, પણ એમાં કાંઈ ખાસ તત્વ ન હોવાથી તે પર વધારે વિવેચનની આવશ્યક્તા લાગતી નથી.
વૈરાગ્યકપલતા–એના કર્તા સમર્થ તત્વજ્ઞાની અને અપૂર્વ વિદ્વાન શ્રીમદ્યશવિજય ઉપાધ્યાય છે. અઢારમા સૈકાને એ ગ્રંથ છે. એ ગ્રંથમાં ઉપમિતિ ભવપ્રપંચને ટૂંક સાર જાણે ગ્રંથકર્તાએ પોતે લખ્યો હોય તેવી પદ્યરચના કરી છે. એમાં વર્ણને પણ અવારનવાર આવે છે. ગ્રંથનું પૂર ઉપમિતિથી કાંઈક ઓછું થયું છે. આખો ગ્રંથ વાંચતાં શ્રી સિદ્ધગિણિની બીજી આવૃત્તિ હોય એવું લાગે છે અને જ્યાં જ્યાં શ્રી સિદ્ધષિની ભવ્ય કલ્પનાને આશ્રય લેવામાં આવ્યો છે ત્યાં ત્યાં સુંદરતા સ્પષ્ટ દેખાઈ આવે છે. એ ગ્રંથમાં કઈ પ્રકારની નવીન મૈલિક્તા જોવામાં આવતી નથી. શ્રી સિદ્ધર્ષિ વાંચનારને વાર્તાના પ્રવાહમાં ખેંચી જઈ શકે છે તે તાકાત આ ગ્રંથમાં જેવામાં આવતી નથી. એ ગ્રંથ માત્ર અનુકરણરૂપ હોઈ, શેલીની વિચારણાને અંગે ખાસીઅત ધરાવતે ન હોઈ, એની વસ્તુ ઉપર ખાસ વિચાર કરવાની બહુ જરૂર રહેતી નથી. એમણે ત્રણે ઔષધિઓ, દ્રમક, અનુસુંદર ચક્રવતી, નંદિવર્ધન, પ્રકર્ષ, વિમર્શ વિગેરે તેમજ સ્થળ આદિનાં નામે ઉપમિતિ પ્રમાણે જ રાખ્યાં છે; છતાં લેખકશ્રી અત્યંત વિદ્યારસિક અને અસાધારણ જ્ઞાનધનવિપુલ હોવાથી વચ્ચે વચ્ચે અનેક વાત કરી છે, સમતા તથા સમાધિનાં સ્વરૂપે રજૂ કર્યા છે અને કેટલીક નવીન વાત કરી છે. આપણે પ્રસ્તુત વિષય રૂપકથાની શૈલીને છે. તેને અંગે તેમાં ખાસ નવીનતા જણાતી નથી એટલી વાત અત્ર પ્રાસંગિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org