________________
[ શ્રી સિદ્ધર્ષિ ? ઉપમિતિ ગ્રંથ : બતાવી છે. એમાં રૂપક કથા જેવું કાંઈ નથી. ઉપર જે ટીકા મૂળ ગ્રંથ–પ્રબોધચિંતામણિમાટે લખી છે તે આને પણ લાગુ પડે છે.
ભુવનભાનુ કેવલી ચરિત્ર–શ્રી ઇંદ્રહંસગણિએ લગભગ ૧૮૦૦ લોક પ્રમાણ આ ચરિત્ર સંસ્કૃત ગદ્યબંધ લખ્યું છે. એમાં ચરિત્રનાયક બલિરાજા છે અને તે જ ભુવનભાનુ કેવળી છે. વિજયપુરના ચંદ્રમૈલી રાજા પાસે તે પોતાનું ચરિત્ર કહે છે. એમાં કોધ, માન, માયા, લોભથી અને કામરાગ, દષ્ટિરાગ તથા સ્નેહરાગથી પ્રાણું સંસારમાં ભમે છે તેને આખો ક્રમ બતાવ્યો છે. મિથ્યાત્વ દશામાં તે કેવી રીતે પરિભ્રમણ કરે છે અને અનંત સંસારચકમાં એ એક એક મનોવિકારને લઈને કેવી રીતે ભટકે છે એની વાતો કરી છે. એમાં કુદષ્ટિ, વિકથા, રાગ, દ્વેષનાં વિરૂપ પરિણામો બતાવ્યાં છે. એ ગ્રંથમાં સદાગમ, કર્મપરિણામ, કુદષ્ટિ, રગકેસરી વિગેરે ઉપમિતિના પાનાં નામ આવે છે. એટલા પૂરતા આપણા ગ્રંથને એની સાથે સંબંધ છે. લેખક વિદ્વાન જણાય છે. પ્રશસ્તિ આપેલ ન હોવાથી એની રચનાને સંવત્ મળતો નથી, પણ ચાદમી શતાબ્દિને ગ્રંથ જણાય છે. એ ગ્રંથનું ભાષાન્તર જુદા પુસ્તકરૂપે શ્રી જૈનધર્મ પ્રસારક સભાએ સં. ૧૯૭૨ માં બહાર પાડયું છે. રૂપકકથા તરીકે એની ખાસ ઉપયોગિતા ન હોવાથી આ ઉપોદઘાતમાં તે માત્ર તેને નામનિર્દેશ જ કર્યો છે.
આ આખું ચરિત્ર ભવભાવના ગ્રંથને અનિત્યભાવનાને વિભાગ છે. ભવભાવના ગ્રંથ મહુધાથી શ્રી હેમચંદ્રસૂરિએ બનાવ્યો છે, એ ભુવનભાનુ ચરિત્ર ઉપરથી ભુવનભાનુ કેવળીને રાસ બનેલો છે તેની નોંધ નીચે આવશે. આ ગ્રંથ સ્વતંત્ર હોય તેમ લાગે છે. ગ્રંથ બેધક છે, પણ એને રૂપક કથાની કક્ષામાં મૂકી શકાય તેમ નથી.
ભુવનભાનુ કેવળીને રાસ-ઉદયરત્નની આ કૃતિ શ્રી જેનકથારત્નમેષના પાંચમા ભાગમાં પૃ. ૧૬૯-૨૮૧ માં છપાયેલ છે. આના કર્તા છેવટે જણાવે છે કે એ રાસ ભવભાવના ગ્રંથને અનુસાર રચવામાં આવ્યો છે, તેથી આ રાસની કૃતિ તો તે ગ્રંથને અનુસરે છે એમાં શક નથી. મલધારીગચ્છીય શ્રી હેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org