________________
તેમની શૈલીનું અનુકરણ. ! સભા (ભાવનગર) તરફથી બહાર પડયું છે. અસલ ગ્રંથ સંસ્કૃતમાં છે તે પણ એ જ સભાએ બહાર પાડેલ છે. એના કર્તા શ્રીજયશેખરસૂરિ મહારાજ છે. એ ગ્રંથ પંદરમા સૈકામાં (સંવત ૧૪૬૨) લખાયેલું છે. એકંદરે ગ્રંથ બેધપ્રદ છે અને વાંચતા આહલાદ થાય તે છે. એમાં રૂપક છે પણ ગૂઢતા નથી. રહસ્ય તારવી કાઢીને હાથમાં આપેલ છે એટલે વાંચનારની કલ્પનાને જેર આપવું પડતું નથી અને કલપનાના તરંગ વગર રૂપકથામાં ચેતન આવતું નથી. એ ગ્રંથમાં શ્રીસિદ્ધર્ષિની કલ્પના કે કલમ, ભાષાશૈલી કે ઉડ્ડયન આવતાં નથી. બધપ્રદ ગ્રંથ હોવા છતાં કળાની દષ્ટિએ તદ્દન પ્રાથમિક દશામાં છે. એમાં સર્જનશક્તિ કે ઉપમાનની સુઘટ્ટતા લગભગ નહિવત્ હાઈ એને રૂપકથાની પ્રથમ કક્ષામાં ભાગ્યેજ મૂકી શકાય તેવો એ ગ્રંથ છે. એને શ્રી ઉપમિતિ કથા સાથે સરખાવવાની ખાસ જરૂર પણ નથી, કારણ કે એમાં સરખામણી કરવા જેવું કાઈ સમાન વિશિષ્ટ તત્ત્વ સાંપડતું નથી. સામાન્ય રીતે એ ગ્રંથ વાંચવાલાયક છે, બાકી સિદ્ધર્ષિના અભેદ્ય કિલ્લાને
એ ભેદી શક્યો નથી. એમાં મેહ અને વિવેકની તુલના બહુ સુંદર રીતે કરી છે પણ એકંદરે એને વિસ્તાર ઘણે મર્યાદિત છે.
મેહવિવેકને રાસ–ઉપર જણાવેલા શ્રી જયશેખરસૂરિના પ્રબંધચિંતામણિ ” નું ગુજરાતી ભાષામાં અવતરણ ધર્મમંદિર ગણિએ સં. ૧૭૪૧ માં કર્યું છે. રચના મુલતાન શહેરમાં થઈ છે અને કર્તા ખરતરગચ્છના હતા એમ સદર રાસની પ્રશસ્તિ પરથી જણાય છે. એમાં રાસના લેખક જણાવે છે કે ગીવાણુ ભાષાના સદર ગ્રંથની પોતે મંદમતિઓ માટે ઢાળમાં પધબંધ રચના કરી છે. એની ભૂમિકા આવતી ચોવીશીના પ્રથમ તીર્થકરના સમયમાં થનાર એક ધર્મરુચિ નામના મુનિના પ્રશ્ન પર રાખી છે અને આ ગ્રંથ એક ગ્રામણિના પ્રશ્નના ઉત્તર પર આ ધમ. રુચિના મુખમાં મૂક્યો છે. આ ગ્રંથમાં મેહ-વિવેકને સંગ્રામ, હંસ રાજાની પરમપદપ્રાપ્તિને કમ અને બ્રહ્મસ્વરૂપનું વર્ણન આપ્યું છે. આ રાસમાં ગાથા ૧૭૧૨ છે. એ આખો રાસ શ્રી જૈનકારત્નમેષ ભાગ ત્રીજામાં પૃ. ૧ થી ૧૦૬ માં છપાયેલ છે. એમાં મેહના આવિર્ભાવો અને વિવેકની તે પર વિચારણાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org