________________
તેમની શૈલીનું અનુકરણ ] નથી. બીજી હકીક્ત કથાનો ભાવાર્થ સમજાય તેવો છે તે અત્ર પ્રસ્તુત નથી. આગળ તે પર ધ્યાન ખેંચવામાં આવશે.
હજારે શ્લોકનું ચરિત્ર અભુત કથાના આકારમાં લખવું અને સાથે એક પણ વાક્ય ભાવાર્થ-રહસ્યાર્થ વગરનું આવવા ન દેવું એ અજાયબીભરેલી વાત છે અને છતાં તે તદ્દન સાચી છે. કેઈ સ્થાનકે આપણને તે વાત ન બેસે તે વિશાળ બુદ્ધિવાળાને પૂછવું. આમાં ગ્રંથકર્તાએ પ્રાયઃ શબ્દ સાપેક્ષ નજરે વાપર્યો છે તે તેમની નમ્રતા, વિશાળતા અને ભાવભીસ્તા બતાવે છે.
આટલા ઉપરથી એમ જણાય છે કે જેન તેમજ જૈનેતર સાહિત્યમાં રૂપક કથાકાર તરીકેનું શ્રી સિદ્ધર્ષિનું સ્થાન અપૂર્વ છે. એમને એમના ઉક્ત સ્થાનથી મૃત કરે તે કઈ દાખલો મને મળ્યો નથી અને અનેક વિદે અને બહુશ્રુતે મને એ સંબંધમાં કઈ દષ્ટાન્ત ઘણી તપાસ કરવા છતાં આપી શક્યા નથી. આખા સંસ્કૃત સાહિત્યમાં તેમણે કથાકાર તરીકેનું અદ્ભુત સ્થાન મેળ
વ્યું છે તેના બીજા પણ ભાષાશૈલી આદિ અનેક કારણે છે જે આગળ વિચારશું. તે તે વિષયમાં તેમની સરખામણીમાં મૂકાય તેવા બીજા લેખકે મળી શકે છે, પણ રૂપક કથાકાર તરીકેનું તેમનું સ્થાન અદ્વિતીય છે, તેમનું કામ અદ્વિતીય છે અને તેમનું માન અનુપમેય છે. ૧૧ સમાન ગ્રંથમાં તેમની શૈલીનું અનુકરણ.
તેમના સમય પછી તેમની રૂપક કથા કહેવાની પદ્ધતિનું અનુકરણ કેટલાક લેખકેએ કર્યું છે પણ તેમના જેવી કેઈએ ફતેહ મેળવી નથી. મારે અનેક પંડિતે અને બહુશ્રુત જેન તેમજ જેનેતરની સાથે આ સંબંધમાં વાતચિતના પ્રસંગે પડ્યા છે, તેઓને મત જાહેર કરવાને મને અધિકાર હોય તો તેમના મતે આખા સંસ્કૃત સાહિત્યમાં આ ગ્રંથની ટિમાં મૂકી શકાય એ રૂપકકથાગ્રંથ બન્યું નથી. તેમની પદ્ધતિનાં જે અનુકરણે થયાં છે તે પણ સામાન્ય કૃતિઓ છે, એમાં શ્રી સિદ્ધષિની ભવ્યતા કે સર્વગ્રાહિતા આવી શકી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org