________________
રૂપક કથાકાર તરીકે સિદ્ધર્ષિનું સ્થાનઃ ] અધ્યાયમાં નારદ પિતે જ એ આખી વાર્તાનું રહસ્ય અને રૂપકેના ભાવ સ્પષ્ટ કરે છે. | નાના પાયા ઉપર પરિમિત બાબતે જ લઈએ તે આમાં જે રૂપકે લેવાયાં છે તે સારાં લાગે છે, બેસતાં આવે છે, પણ એને વિસ્તાર ઘણે જ ટૂંકે છે અને એને રૂપકકથા કહી શકાય તેમ નથી.
એમાં કળાવિધાન જેવું કાંઈ નથી. નારદને પિતાને જ એના ખુલાસા કરવા પડે છે. એમાં શ્રી સિદ્ધર્ષિની વિશાળતા કે વિસ્તૃતતા આવતા નથી, છતાં આવા પ્રકારની કથા પણ કહી શકાય છે એમ બતાવવા પૂરતું એ ગ્રંથમાં સ્થાન છે એની બહુ નાના પાયા ઉપર ભૂમિકા ત્યાં છે. એને મૂળ સૂત્રમાં પુંડરીક અધ્યયન કે દ્રુમપત્ર અધ્યયન જેટલું જ લગભગ સ્થાન મળે તેમ છે. અનેક બહવિદેને પૂછતાં ઉપરોક્ત લઘુ ચરિત્રને બાદ કરતાં સમસ્ત સંસ્કૃત સાહિત્યમાં શ્રી સિદ્ધર્ષિના સમય સુધીમાં આવો કે ગ્રંથ લખાયો હોય તેમ જણાતું નથી. એક વિદ્વાને ચર્ચા કરતાં મને સવાલ કર્યો હતો કે પંચતંત્રમાં પશુ તથા પક્ષીની વાત કરી તે દ્વારા મનુષ્યને જ્ઞાન આપ્યું છે તે તેને રૂપક કહેવાય કે નહિ ? આને જવાબ સીધે છે. કઈ પણ વાર્તા લઈએ તો તેમાં પ્રત્યેક બનાવ કે વાક્યમાં રહસ્યાર્થ નથી હોતો, પણ વાતને સાર હોય છે અને તે મનુષ્યને પણ લાગુ પાડી શકાય છે. એ વાર્તાપદ્ધતિ બહુ સુંદર છે અને પ્રસંગે એમાં “વ્યાક્તિ” કે “અતિ ” આવે છે, પણ એને રૂપકકથા (એલિગરી) કહી શકાય નહિ. એ પશુ પક્ષીની વાર્તાઓ જેવી જ અંગ્રેજીમાં “ઇસન્સ ફેબલ્સ” આવે છે. તે એક નવીન વાર્તાપદ્ધતિ છે અને બહુ ઉપયોગી હોઈ સફળ થયેલી છે, પણ એનો વિભાગ તદ્દન જુદે જ છે. એને રૂપક કથા કહી શકાય નહિ.
આ પ્રમાણે જેન કે જેનેતર સમસ્ત સંસ્કૃત સાહિત્ય દશમાં શતક સુધીનું તપાસતાં કોઈ પણ લેખકે આખા સંસારને નજરમાં રાખી વિશિષ્ટ ભવ્ય કહ૫નાદ્વારા આખી વાર્તા રૂપક તરીકે નીપજાવી હોય એવું જાણવામાં આવતું નથી. ખુદ પુરંજન આખ્યાન ઉપર શ્રીધરે ટીકા લખી છે ત્યાં તે કહે છે કે પ્રત્યેક પદની અધ્યાત્મ વિષયમાં યોજના કરવી કઠણ અને નિષ્ણજન છે. વાર્તાને કેટલેક ભાગ તે કથા પ્રસંગ જળવાઈ રહે અને રસ તૂટી ન જાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org