________________
૫૮
[ શ્રી સિહર્ષિ ઉપમિતિ ગ્રંથ : સ્વીકાર કરવાનું એક બીજું કારણ એ પણ છે કે એમણે પોતે એક આખો (પ્રથમ) પ્રસ્તાવ લખી તેમાં રૂપક કથાને કેવી રીતે છોડવી, તેનો ઉપનય કેમ ઉતારે, તેમાં રહેલ રહસ્યાર્થ કેવી રીતે ઘટાવે તે સર્વે તેમને જ બતાવવું પડયું. જે એ રીતિ પ્રચલિત હોત તો એવી લંબાણ વાર્તા કરવાની જરૂર તેમને પડત જ નહિ. પ્રથમ પ્રસ્તાવ લખવા ઉપરાંત આગલા મુદ્દામાં (મુદ્દો ૯. પૃ. ૫૧ થી ) જે વિગતો મેં બતાવી છે તે પ્રમાણે “અગ્રહીતસંકેતા” અને “પ્રજ્ઞાવિશાળા” દ્વારા તેમને વારંવાર ખુલાસાએ કરાવવા પડ્યા છે. એ સર્વ પદ્ધતિ એક જ વાત બતાવે છે કે તેમની પહેલાના કોઈ પણ લેખકે આખા સંસારને રૂપકદ્વારા બતાવવાને પ્રયત્ન કર્યો નહિ જ હોય. સકિત બતાવવા માટે તેમણે બીજી અનેક ઘટનાઓ વારંવાર કરી છે જે સર્વ ઉપરની હકીકતને વધારે સ્પષ્ટ રીતે સાબિત કરે છે એટલે કે એ બતાવે છે કે રૂપક કથાને આવા મોટા પાયા ઉપર પ્રાગ આદરનાર તેઓ પ્રથમ હતા.
અનેક સંસ્કૃત સાહિત્યના અભ્યાસીઓને મેં પૂછયું, તપાસ કરતાં જણાયું કે “આવી મેટી રૂપકકથા તો કેઈ સ્થાનકે છેજ નહિ, માત્ર એને” મળતી શરૂઆત બહુ નાના પાયા ઉપર શ્રીમદ્ ભાગવત (વેદવ્યાસ પ્રણિત)ને ચોથા સ્કંધમાં પુરંજન આખ્યાનમાં થઈ હોય એમ જણાય છે. ત્યારપછી હું એ વિભાગ વાંચી ગયો.
એમાં પચીશમા અધ્યાયમાં આત્માના અનેક જન્મ સંબંધી કારણનો સવાલ નારદ પાસે કરવામાં આવે છે તેના જવાબમાં નારદ મુનિ પુરંજનનું ચરિત્ર કહે છે. એમાં ચાર અધ્યાયના અનુક્રમે ૬૨-૨૬-૩૦–૬૫ લોકો છે. પુરંજન એ જીવ છે. નગરી અને પ્રમદાનું વર્ણન છે. એમાં બુદ્ધિ, જ્ઞાનેંદ્રિય અને કમેંદ્રિયનાં રૂપકે આપ્યાં છે, પ્રાણે, વૃત્તિઓ, સુષુપ્તિ, સ્વપ્નાવસ્થાને રૂપક આપ્યાં છે, શરીરનાં નવ દ્વારને રૂપકો આપ્યાં છે અને પુરંજનની વિષયાસક્તિથી તેનું સંસાર-ભ્રમણ બતાવ્યું છે અને સ્ત્રી ઉપરની વાસનાથી એ અન્ય ભવમાં સ્ત્રી થઈ જાય છે એમ બતાવ્યું છે. એ સ્વસ્વરૂપને વીસરી જઈ બુદ્ધિદ્વારા સંસાર પર રુચિ કરે છે. એમાં મૃત્યુ અને વૃદ્ધાવસ્થાનાં રૂપકો અપાયાં છે અને પછી બ્રહ્મસ્વરૂપ હંસ પોતે છે તેને બે પતિ વિયોગે તેને થતો બતાવ્યો છે. ઓગણત્રીશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org