________________
૨૦૮૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
વા
आचार्यहरिभद्रो मे धर्मबोधकरो गुरुः ।
प्रस्तावे भावतो हन्त स एवाद्ये निवेदितः ॥ १५ ॥ विषं विनिर्धूय कुवासनामयं व्यचीचरद्यः कृपया मदाशये । अचिन्त्यवीर्येण मुवासनासुधां नमोऽस्तु तस्मै हरिभद्रसूरये ॥ १६ ॥ अनागतं परिज्ञाय चैत्यवन्दनसंश्रया ।
मदर्थैव कृता येन वृत्तिर्ललितविस्तरा ॥ १७ ॥ यत्रा तुलरथयात्रा धिकमिदमिति लब्धवरजयपताकम् । निखिलसुरभुवनमध्ये सततं प्रमदं जिनेन्द्रगृहम् ॥ १८ ॥ यत्रार्थष्टशालायां धर्मः सदेवधामसु ।
कामो लीलावतीलोके सदाम्ते त्रिगुणो मुदा ॥ १९ ॥ तत्रेयं तेन कथा कविना निःशेषगुणगणाधारे । श्रीममालनगरे गदिताग्रिममण्डपस्थेन ॥ २० ॥ અથવા
આચાર્ય હરિભદ્ર મારા ધર્મને બેધ કરનાર ગુરૂ ભાવથી છે અને તે વાત મેં પ્રથમ પ્રસ્તાવમાં જણાવેલી છે. ૧૫.
જે હરિભદ્રસૂરિએ કુવાસનાથી ભરેલ ઝેરને ધોઇ સાફ કરીને મારે માટે ન ચીંતવી શકાય તેવા વીર્યના પ્રયોગથી કૃપાપૂર્વક સુવાસનાનું અમૃત વિચારી કાઢ્યું-ચીતવી કાઢ્યું, તેઓશ્રીને નમસ્કાર હેા. ૧૬.
Jain Education International
જેઓએ નહિ આવેલા ( કાળ) પ્રથમથી જાણી લઇને મારે માટે જ ચૈત્યવંદનની હકીકત સંબંધીવાળી લલિતવિસ્તરા નામની વૃત્તિ બનાવી. ૧૭.
જે નગરમાં આખા દેવભુવન–સુરલોકની અંદર પણ અતુલ રથયાત્રાથી વધી જતું, ઉત્તમ જયપતાકાથી વિભૂષિત અને નિરંતર પ્રમેાદને કરાવતું જિતેંદ્ર ભગવાનનું ચૈત્ય આવી રહેલું છે; જેની ટંકશાળામાં અર્થ-ધન છે, જેના સદેવ (અરિહંત)નાં ધામામાં ધર્મ છે અને જેના આનંદ આપનાર સ્ત્રીવર્ગમાં કામ છે. જ્યાં આવી રીતે ( ધર્મ અર્થ કામ રૂપ) ત્રણ ગણા આનંદ સદા જામી રહેલા છે એવા સર્વ ગુણુગણના આધારભૂત ભિલ્લમાલ નામના નગરમાં કવિશ્રીએ આ થા અગાડીના મંડપમાં રહીને કહી બતાવી. ૧૮, ૧૯, ૨૦.
૧ એ મંદિર દેવભુવન જેવું છે છતાં તેનાથી ચઢી જાય છે કારણ કે દેવભુવનમાં રથયાત્રા હૈાતી નથી, આ મંદિરમાં થાય છે તેથી તેની તેટલે અંશે વિશેષતા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org