SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ << “ પ્રાણીઓ તત્ત્વ જાણી શકે છે, એ વિશાળ-વ્યાપક દર્શનમાં આવે છે “ તેનામાંથી એવા પ્રકારની મુંઝાવનારી ભેદબુદ્ધિ ચાલી જાય છે અને ભેદબુદ્ધિ ચાલી ગઇ એટલે પછી કોઇ પણ પ્રકારની ઘુંચ રહેતી “ નથી. એવા પ્રાણીને દેવ એક જ દેખાય છેઃ એ દેવ સર્વજ્ઞ હાય છે, “ સર્વદર્શી હાય છે, વીતરાગ (રાવિનાના) હેાય છે, દ્વેષ વગરના હાય ૯ છે, મહામેાહના નાશ કરનાર હોય છે, અને એ શરીરવાળા હાય છે “ ત્યારે આખા ભુવનના ભરતાર દેખાય છે અને શરીર વગરના થઇ માક્ષ પ્રાપ્ત કરે ત્યારે ભુવનના પ્રભુ લાગે છે. એ એક જ દેવ છે. (6 “ આવું સર્વજ્ઞ સર્વદર્શી વીતરાગ ગદ્વેષી અને મહામેાહપર સા“ મ્રાજ્યકારીનું સ્વરૂપ પોતાના મનમાં ખરાખર ધારી નિશ્ચય કરે છે-દૃઢ “ કરે છે તેવા પ્રાણીને પછી નાના પ્રકારના શબ્દો જરાએ ભેદબુદ્ધિ “ ઉત્પન્ન કરતા નથી, એ તા પછી સ્વરૂપ ઉપર જ નજર રાખે છે, “ નામ ઉપર એને માહ થતા નથી. પછી એને લાકા બુદ્ધ કહેા કે “ બ્રહ્મ કહેા, વિષ્ણુ કહા કે મહેશ્વર કહેા, જિનેશ્વર કહા કે બીજું કોઇ r નામ આપે। તેની એ સાચી દૃષ્ટિવાળાને પરવા હોતી નથી, એનામાં ‹ એ સંબંધે શબ્દના ભેદોથી કાંઇ અર્થભેદ થતા નથી. જે અને (( એવા ( ઉપર જણાવેલા) સ્વરૂપે આળખીને ભજે છે તેના તે પ્રભુ “ છે અને આ મારા છે અને તારા નથી એ સર્વે મત્સર છે, ખાટા ૧ આવા જ વિચાર શાસ્ત્રમાં શાંત યાગીઓએ વારંવાર બતાવ્યા છે. જરા વિચારીએ. તેમજ— Jain Education International पक्षपातो न मे वीरे, न द्वेषो कपिलादिषु युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः । भवबीजांकुरजनना रागाद्याक्षयमुपागता यस्य; ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मैः । અને ચેાગી આનંદધન કહે છે કે— રામ કહેા રહેમાન કહેા કાઉ, કાન કહે! મહાદેવ રે; પારસનાથ કહે। કાઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રે. ભાજન ભેદ કહાવત નાના, એક મૃત્તિકા રૂપરી, તૈસે ખંડ કલ્પના રાપિત, આપ અખંડ સરૂપરી. નિજપદ રમે રામ સેા કહીએ, રહિમ કરે રહેમાનરી; કરશે કરમ કાન સેા કહીએ, મહાદેવ નિવાણી. પરસે રૂપ પારસ સેા કહીએ, બ્રહ્મ ચિન્હ સે બ્રહ્મરી; ઇવિધ સાથે। આપ આનંદધન, ચેતનમય નિષ્કર્મરી. અને આવા અનેક દાખલાએ અન્યત્ર છે. એ આપણા સહિષ્ણુતા ભાવ છે. રામ. For Private & Personal Use Only રામ. રામ. રામ. www.jainelibrary.org
SR No.002146
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy