________________
૨૦૧૨
ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રરતા ૮ તે પછી તને ચેતવવાને-ઠેકાણે લાવવાનો બીજો કોઈ ઉપાય નથી. અને તે કનકશેખરનો વિસ્તારથી હેવાલ (ત્રીજા પ્રસ્તાવમાં) સર ભજે, નરવાહનની સજનતા વિચારવાની તને આટલી બધી તક મળી, મેલ–પાપ વગરના વિમળ કુમારની શુદ્ધ વર્તનાઓ તારા સાંભળવામાં આવી, અત્યંત આશ્ચર્ય ઉત્પન્ન કરે તે “હરિકુમાર-રાજાને વિસ્મયકારક ત્યાગ તારા સમજવામાં આવ્યું, “અકલંકને સુંદર વિવેક તારા સાંભળવામાં આવ્યો અને મુનિઓના વૈરાગ્ય થવાના અનેક રૂપે તારા જાણવામાં આવ્યા છતાં પણ બાળા! જે તારા હૃદયમાં જરા પણ અસર થઈ ન હોય, તારું હૃદય જરા પણ પીગળ્યું ન હોય, જરા ભીનું પણ થયું ન હોય, તે તે ખરેખર તે કેરડું મગ જેવું જ છે એમ જાણવું; એ બાબતમાં જરા પણ શક નથી. આટલા માટે મારા જેવા કે બીજા કેઈ તને અગ્રહીતસંકેતા કહે-કહેલ હકીકતનો અંદરનો આશય ન સમજનારનું ઉપમાન તને આપે-તો તેના ઉપર તારે જરા પણ ગુસ્સે થવાનું કારણ નથી, તે ખરેખર તે નામને યોગ્ય જ છે એમ તારા અત્યારના વર્તન પરથી જણાય છે.
૧ કનકશેખરઃ ત્રીજા પ્રસ્તાવમાં. નંદિવર્ધનને પવિત્ર મિત્ર. એને પ્રસંગ તે પ્રસ્તાવના પ્રકરણ ૧૮-૧૯-૨૦ માં આવે છે. અને છેલ્લો પ્રસંગ પ્ર. ૨૯ માં આવે છે.
૨ નરવાહન. ચોથા પ્રસ્તાવના નાયક રિપુદારૂણના પિતા થાય. એમણે પુત્રનું અભિમાન નણ્યા છતાં પોતાની સજજનતા ન છોડી. જુઓ પ્રકરણું ૩, ખાસ કરીને કળાચાર્ય સાથેનો પ્રસંગ અને નરસુંદરીના વિવાહનો પ્રસંગ.
૩ વિમળમાર-પાંચમા પ્રસ્તાવમાં વામદેવ નાયકનો રાજપુત્ર મિત્ર વિમળકુમાર પવિત્રતાની મૂર્તિ છે. એણે રચૂડને ઘણી મદદ કરી હતી. ચોરી કરનાર અને છેતરનાર વામદેવને પણ એ બચાવી લે છે. જુઓ (પ્ર. ૫. પ્ર. ૪).
૪ હરિકુમાર-છા પ્રસ્તાવમાં ધનશેખરને રદ્વીપમાં હકુિમારરાજાને મેળાપ થાય છે-તેને છેવટે સમુદ્રમાં નાખી દે છે પણ હરિરાજ પોતાની ઉત્તમતા છોડતો નથી (પ્ર. ૬. પ્ર. ૭).
૫ અકલંક. સાતમાં પ્રસ્તાવમાં ધનવાહનનો મિત્ર. અત્યંત વિવેકી કુમાર અને મહાસત્ત્વશાળી જીવ (પ્ર. ૭. પ્ર. ૧). - ૬ સાતમાં પ્રસ્તાવમાં મુનિઓ પોતાના વૈરાગ્યપ્રસંગે કહે છે. જ સાતમા પ્રસ્તાવના પ્રકરણ ૨ થી ૯. લેકેદરમાં આગ, મદિરાશાળા વિગેરે.
૭ કરવું મગ મગમાં કોઈ કોઈ કોરડું મગ હોય છે જેને ગમે તેટલા ગરમ પાણીમાં બ૬ વખત રાંધવામાં આવે પણ તે ચડતા જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org