________________
૨૦૦૮
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ૮ થઈ ચૂકી હતી અને એના ભાવ એ સામગ્રીને પિષવાના હતા. એણે પોતાના મંત્રી સેનાપતિ અને સેનાને પોતાને અભિપ્રાય કહી સંભળાવ્યો. સર્વને અવસરગ્ય તે હકીકત લાગી.
તે જ વખતે અનુસુંદર ચક્રવતીએ પોતાના પુત્ર પુરંદરરાયને સર્વ રાજ્યચિહ્નો આપી દીધો અને સર્વ રાજાઓને અને સામંત શ્રેણી મંત્રી સેનાપતિને જણાવી દીધું કે હવે પછી પુરંદરરાય તેઓને રાજા છે. સર્વેએ એ હકીકત બહુ માન સાથે સ્વીકારી લીધી. તે વખતે ભગવાનની પૂજા વિગેરે ગ્ય ધર્મક્રિયાઓ કરવામાં આવી.
“શ્રીગર્ભ રાજા તે વખતે પિતાના અંતઃપુર સાથે બહાર નીકળ્યા હતા તે ત્યાં આવી પહોંચ્યા. એણે સર્વનો યથાગ્ય વિનય કર્યો, સર્વને પ્રણામ કર્યા. ત્યાર પછી આખી પરિષદ્ ફરી વાર મળી અને સર્વત્ર આનંદ આનંદ થઈ ગયે.
પ્રકરણ ૧૭ મું.
સુલલિતાને પ્રતિબંધ.
ચારે તરફ આનંદ પ્રવર્તી રહ્યો. તે વખતે એ અતિ
ઉત્તમ અને અદ્દભુત બનાવ જોઈને ભેળી સુલલિતાના ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન થયે. આખા બનાવથી તેને
{ ઘણી નવાઈ લાગી. વળી કુમાર પુંડરીકને પણ ઘણે કરી સંતોષ થયો અને તેની આંખો આનંદથી મંદ મંદ સ્ફરવા લાગી. અનુસુંદર જેવા મહાનું ચક્રવતી પોતાની અતુળ રાજ્ય
૧ શ્રીગર્ભ-શંખપુરના રાજા અને પુંડરીકના પિતા. આ આખો બનાવ શંખપુરની બહાર ચિત્તરમ ઉદ્યાનમાં બન્યો છે. શ્રીગર્ભ રાજ આખી વાર્તા દરમ્યાન હાજર નથી–તે હવે ત્યાં આવે છે તે લક્ષ્યમાં રાખવું.
૨ આ પ્રકરણ દરેક વાંચનારે પિતા ઉપર વિચારવાનું છે. જેટલી વાત સલલિતાએ સાંભળી તેટલી જ આપણે પણ વાંચી કે સાંભળી છે-તે માત્ર વાર્તા રૂપે જ રહે છે કે તે ચિત્તવૃત્તિ પર અસર કરે છે તે દરેકે વિચારવા યોગ્ય છે. આ સુંદર ગ્રંથ અસર ન કરે તો પોતાનું કર્મ જાળ સુલલિતાથી પણ વધારે ગાઢ છે એમ વિચારવું; વિચારીને બેસી ન રહેવું પણ સુલલિતાનો અથવા તેના જેવો કોઈ માર્ગ લે યોગ્ય છે. આ ગ્રંથ વાર્તા કહેવા માટે જાયલો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org