________________
૨૦૦૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસ્તાવ૮ અનુસંદરની ચિત્તવૃત્તિ. સર્વત્ર પરિતેષ વર્ણન, યુદ્ધમાં ચારિત્રરાજને જ્ય.
દીક્ષા લેવાના ચઢતા ભાવ, કુમારને પ્રશ્ન ઘણે મુદ્દાસરને હતે. ચવતની અંતરંગ ચિત્તવૃત્તિ ઉપર આખા બનાવે કેવી અસર કરી હતી તે જાણવા ગ્ય હતું, એની જિજ્ઞાસા બરાબર સ્થાને અને યોગ્ય રીતે થઈ હતી. અનુસંદરે તરત જવાબ આપે છે એની ચિત્તવૃત્તિનું ખરૂં ચિત્ર રજુ કર નાર હતો. તેણે જવાબ આપતાં કહ્યું “ભદ્ર! સાંભળે –
“ જ્યારે અત્યંત સંવેગમાં આવી જઈને મેં તમારી પાસે મારે હેવાલ કહેવા માંડ્યો તે વખતે ચારિત્રરાજે પિતાના મનમાં વિચાર કર્યો કે હવે તેને વખત બરાબર આવી લાગે છે. બરાબર અવસર જોઈને જ્યારે મેં વાર્તા કહેવા માંડી ત્યારે તે રાજરાજેશ્વર પિતાના આખા સૈન્યને લઈને મારી નજીક આવ્યા. આવતાં આવતાં એ રાજેશ્વરે પ્રથમ તે તેના રસ્તામાં સાત્વિકમાનસ નગર આવ્યું તેને પોતાના વીર્યથી આનંદિત કરી દીધું, વિવેકપર્વતને તદ્દન ઉજજવળ બનાવી દીધે, વળી એ પર્વત પર આવેલા અપ્રમત્તત્ત્વ શીખરને ઘણું જ રેનકદાર બનાવી દીધું અને તે શિખર ઉપર જૈનપુરને વસાવી દીધું, ફરી વાર વસ્તીવાળું સુંદર કરી દીધું, વળી એણે એ જૈનપુરમાં અગાઉ જે ચિત્તસમાધાનમંડપ બનાવેલો હતો અને જે વચ્ચે વીંખાઈ ગયો હતો તેને પાછો સાફસુફ કરી દીધો, ફરી વાર તૈયાર કરી દીધું અને બહુ આકર્ષક બનાવી દીધે, તે મંડપમાં નિ:સ્પૃહતા વેદીને ફરી વાર ગઠવીને બરાબર તૈયાર કરી દીધી, તે વેદી ઉપર સુંદર કિરણથી શોભતું જીવન વીર્ય સિંહાસન ગોઠવી દીધું અને પોતાના આખા લશ્કરને સર્વ પ્રકારે
૧ આ સાત્વિકમાનસપુર વિવેકપર્વત વિગેરે ચોથા પ્રસ્તાવમાં બહુ વિસ્તા, રથી વર્ણવાઈ ગયા છે.
સાત્વિકમાનસપુરઃ ક. ૪. પ્ર. ૩૩ (પૃ. ૧૦૪૪). વિવેકપર્વતઃ સદર પૃ. ૧૦૭. અપ્રમત્તશિખરઃ સદર પૃ. ૧૦૪૮. જેનપુરઃ મ. ૪. p. ૩૨ (પૃ. ૧૦૩૬) અને ક. ૪ ક. ૩૩ ૫. ૧૦૦૯ ચિત્તસમાધાનસંહ૫ ક. ૪, પ્ર. ૩૪, ૫. ૧૦૫૫. નિઃસ્પૃહતાવેલી: પ્ર. ૪ ક. ૩૪ (પૃ. ૧૦૫૫). નિવાર્યસિહાસનઃ સદર (પૃ. ૧૦૫૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org