________________
૧૮૯૪
ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૮ થતી નથી અને તેથી એને ખબર નથી કે આ પ્રાણી ચક્રવાત છે તેને જ એ શુદ્ધ આગામે ચોર તરીકે વર્ણવ્યું છે, વાસ્તવિક રીતે તસ્કર તરીકે તેને ઓળખાવ્યું છે. વળી મને તે વખતે એમ પણ જણાયું કે રાજકુમાર પુંડરીકને પણ એ જ દ્વારા પ્રતિબોધ થશે, કારણ કે એ ભવ્યપુરૂષ છે અને સારી મતિ (બુદ્ધિ)વાળે સુમતિ) છે તેથી જ્યારે એ મારે આ હેવાલ અથથી તે ઇતિ સુધી સાંભળશે ત્યારે તેને અંદરનો ભાવાર્થ તે પણ બરાબર સમજી જશે અને ત્યાર પછી તેને પણ આ સર્વ હકીકત અને તેની અંદરનો અભિપ્રાય બરાબર સમજાશે. એને પરિણામે એ રાજકુમારને પણ પ્રતિબોધ થશે આવા વિચારને પરિણામે વૈક્રિય લબ્ધિના જોરથી મારા અંતરંગ વર્તનને સૂચવનારું બહારનું ચેરનું રૂપ મેં કરી લીધું અને ચોરને સર્વ આકાર ધારણ કરી લીધે.” અંતરંગ ચેર્યસ્વરૂપ.
ચારસ્વરૂપધારી અનુસુંદરચકી આટલો ખુલાસો કરી ચૂપ રહ્યા એટલે વળી સુલલિતાના મનમાં બીજા ઘણું સંદેહ એકી સાથે થઈ આવ્યા એટલે તેણે પણ બરાબર વખત જોઈ ખુલાસા પૂછી લીધા. ભોળા માણસે પિતાના મનમાં જે શંકા થાય તે તુરત બેલી નાખે છે. સુલલિતાએ પૂછયું-“ અરે, અંતરંગ ચોરી જે તમે કરી કહે છે તે કેવા પ્રકારની છે? એ ચોરી માટે આટલી બધી પીડાઓ અને ત્રાસે શા માટે થાય છે? આ તમારે પોતાનો આત્મગત અને બીજાને આટલે બધે લાંબો હેવાલ તમે પોતે કેવી રીતે જાણ્યો? આ સર્વે બાબતે મને ખુલાસા સાથે વિગતવાર જણાવવા કૃપા કરે. તમારી વાત તદ્દન નવીન પ્રકારની છે, સાંભળતાં કુતૂહળ ઉત્પન્ન કરે તેવી છે અને જેમ વધારે બોલે છે તેમ તેમાં રસ પડતે જાય તેવી છે.*_ ૧ ચારે પાત્રોનાં નીચે પ્રમાણે નામે થયાં હતાં.
મહાભદ્રાઃ પ્રજ્ઞાવિશાળ. સુલલિતાઃ અગ્રહીતસંકેતા. સમંતભદ્રઃ સદાગમ. પુંડરીકઃ
ભવ્યપુરૂષ,
યાને સુમતિ. આ સર્વનાં કારણે પણ આ ખુલાસામાં જણાવી દીધાં છે રહસ્ય સમજી લેવું.
૨ વૈકિય લધિઃ એ એક જાતની શક્તિ છે. એનાથી મનમાં આવે તેવાં નવાં નવાં બહારનાં રૂપો ધારણ કરી શકાય છે. દેવતાઓને આ શક્તિ જન્મસિદ્ધ હોય છે, મનુષ્ય આ શક્તિ તપના કે મંત્રના જોરથી મેળવી શકે છે એમ શાસ્ત્ર અને યોગ ગ્રંથથી જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org