________________
પ્રકરણ ૪] કંદમુનિ. રાજ્યપ્રાપ્તિ. ગૃહસ્થ ધર્મ. ૧૮૮૯ વિદ્યાને લઈને ત્યાં પહોંચી જા. અત્યારે વખત બરાબર સાધી શકાશે એમ લાગે છે. અત્યારે તું સંસારી જીવ પાસે વિદ્યાને લઈને જઈશ તે ઘણે લાભ થવો સંભવે છે. એનું કારણ એ છે કે અત્યારે ચિત્તવૃત્તિ મહાઅટથી કાંઈક વધારે ઉજજ્વળ થઈ હોય એમ જણાય છે, આપણું ઉપર જે ઘેરે ઘાલવામાં આવ્યો હતો તે કાંઈક ઓછો થયે જણુય છે, આપણું શત્રુઓ જરા છેટા ગયા હોય એમ જણાય છે; આટલા માટે કર્મ પરિણામ મહારાજાને પૂછીને તે જે રજા આપે તો દીકરી વિદ્યાને સાથે લઈને તું સંસારીજીવ પાસે જલદી જા. આપણું જાસુસોથી મને હમણું જ ખબર મળી છે કે કુમાર ગુણધારણ (સં. સારીજીવ) અત્યારે કંદમુનિ સમક્ષ બેઠેલ છે, તેથી મને એમ લાગે છે કે બરાબર જે તે અત્યારે દીકરીને સાથે લઇને પહોંચી જઇશ તે તે તારે સ્વીકાર કરશે.”
સબોધ મંત્રીની યોગ્ય સલાહ ગૃહિધર્મને ભાર્થી સાથે મોકલવાને વિચાર, દ્રવ્ય અને ભાવધર્મ પર ઉપયોગી વિવેચન. મહા વિચારશીલ સદધ મંત્રીએ રાજાના વિચારો સાંભળ્યા, એટલે તેણે પોતાના મનમાં વિચારણા કરી લીધી, હકીકત પર લક્ષ્ય આપી દીધું અને યોગ્ય નિર્ણય કરી લીધો. પછી ચારિત્રરાજને જવાબ આપતાં નમ્ર ભાવે કહ્યું -
દેવ! આપશ્રીએ કહ્યું તે બરાબર છે, એમાં જરા પણ શંકા જેવું નથી, પણ મારા ધ્યાનમાં એમ આવે છે કે આ બાબતમાં “હજુ પણ થોડા વખત પસાર કરી દે, બરાબર તકની રાહ જોવી “અને વાત જરા ઢીલમાં નાખવી. એનું કારણ હું આપશ્રીને જણાવું તે પર આપ નિઘા કરે, પછી આપનો હુકમ થશે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હકીકત એમ છે કે એ સંસારીજીવની પાસે હજુ કેટલાક વખત તેના બે મિત્રો રહેનાર છે. એક તો પૃદય નામનો મિત્ર છે “અને બીજો સાત નામના રાજા તેના પર બહુ સ્નેહ રાખે છે અને “હજુ કેટલાક વખત સુધી આ બન્ને નેહીઓ એન ( સંસારીજીવને ) “ભગફળ આપશે, એ સંસારીજીવને પુણ્ય ઉદય હજુ ઘણે ભાગવવાને છે અને સાથે શબ્દાદિ સુખને લાભ મેળવવાનો છે. વળી વાત એવી છે કે એ બન્ને મિત્રોને કુમાર ઉપર ઘણે પ્રેમ છે, તેથી તેઓ શબ્દાદિ વિષનાં ઘણાં સુખો તને ચખાડવા માગે છે અને તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org