________________
પ્રકરણ ૪]
કંદમુનિ. રાજ્યપ્રાપ્તિ. ગૃહસ્થધર્મ.
૧૮૨
હોવાથી મને સંપૂર્ણ સુખની તૃપ્તિ થયા કરતી હતી. જે કે હું એ સુખસાગરમાં અવગાહન કરતા હતા છતાં મારે। . આત્મા એ (સુખસાગર)માં જરા પણ લીન થઇ જતા ન હેાતે!, એમાં આસક્ત થઇ જતેા ન હેાતા, એના રસમાં લદખદ થઇ જતેા નહાતા. એવી રીતે મારી સુંદર ભાર્યા મદનમંજરી અને સન્મિત્ર કુલધર સાથે આનંદ. અનેગાષ્ટિ કરતા હું તે વખતે રહેતા હતા. ચંદ્રમુનિ સાથે થયેલેા સદાગમ સમ્યગ્દર્શનને આદર. સાતે રાજેંદ્રો સાથે સંબંધ, સુખાસિકામાં થયેલી વૃદ્ધિ.
પ્રસંગ.
ત્યાર પછી એક દિવસ હું મારા મિત્ર ફુલંધર અને પત્ની મદન મંજરી સાથે આહ્વાદમંદિરે ગયો, તે વખતે ત્યાં મેં કન્દ નામના એક અતિ પવિત્ર મુનીશ્વરને જોયા. એ મહા એજસ્વી સાધુમહાત્માને જોતાં અત્યંત વિનયથી હું ઘણા નમ્ર બની ગયા, તેમને યોગ્ય રીતે નમસ્કાર કરી ધર્મ સાંભળવાની અને પ્રાપ્ત કરવાની બુદ્ધિથી શુદ્ધ જમીન શેાધીને તે પર હું તેમની સામે બેઠો. મુનિમહારાજ શ્રી કેન્દ મુનિએ તે વખતે હૃદયને અતિ આહ્લાદ ઉત્પન્ન કરનારી અને કર્ણને અત્યંત પ્રિય ધર્મદેશના આપી.
મુનિમહારાજે આપેલી દેશના મેં અત્યંત આદરપૂર્વક સાંભળી. તે વખતે તે જગ્યાએ જ ( અંતરમાં) પેલા મારા અગાઉના બે બંધુ ખડા થઇ ગયા, મેં તેમને ખરાખર જોયા અને તુરત ઓળખી લીધા. તેમાંના એક બંધુ તે મારા અગાઉના જાણીતા એહી સદ્દાગમ હતા અને બીજો મારા પરમ મિત્ર સમ્યગદર્શન હતેા. ગુરૂમહારાજના વચનથી પ્રાધ પામી એ બન્નેને મેં મારા હિત કરનાર તરીકે ઓળખ્યા અને તેમને તે ભાવે મેં ગુરૂવચનથી જાગ્રત થઇને સ્વીકાર્યા.—
અગાઉ હું જ્યારે વિષ્ણુધાલયમાં હતા ત્યારે વેદનીય રાજાના
૧ સદાગમ સભ્યગ્દર્શનની મિત્રતા સાતમા પ્રસ્તાવમાં બહુ પ્રસંગે વ્યક્ત કરી છે, તે હાય અને ન હેાય ત્યારે શું થાય તે પણ જોઇ ગયા છીએ. ખાસ કરીને જુએ પ્રકરણ ૧૬ નું પૃ. ૧૮૨૩-૪ વિગેરે. સદાગમની અસરમાટે અને અસરની ગેરહાજરી માટે જુએ પૃ. ૧૮૨૩.
૨ સાતરાજા, વેદનીયકર્મ. સુખને-તંદુરસ્તીનેા અનુભવ કરાવે ત્યારે શાતાનું જોર હેાય છે, દુઃખનો અનુભવ કરાવે ત્યારે અશાતાનું જોર હેાય છે. આ સાત રાજા તે સુખને-શારિરીક તંદુરસ્તીને અનુભવ કરાવનાર છે. ( જુએ પ્ર. ૪. પ્ર. ૧૮),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org