________________
પ્રકરણું ૬]
ચાર વ્યાપારી કથાનક.
૧૯૦૭
વાળા બુદ્ધિશાળી ચારૂએ આ હકીકત જોઇને પોતાના મનમાં વિચાર કર્યો કે અરે આ બાપડો મૂઢ ખરેખર મૂઢ (મૂર્ખ ) જ હોય એમ લાગે છે. એ તે અહીં આવીને માજાખમાં પડી ગયા જણાય છે અને એના અજ્ઞાનના લાભ લઇને ધૂતારા લાકોએ એને સારી રીતે ઢગ્યા જણાય છે, છતાં હજુ પણ જો એ ઠેકાણે આવે તેા સારૂં; માટે એને સાચેા માર્ગ શું છે તેની સમજણુ તે જરા આપું. આવા વિચાર કરીને ચારૂ બુદ્ધિવાળા ચારૂએ તેને નીચે પ્રમાણે કહ્યું:
ચારૂ—“ ભાઇ ! તારે ખાગગિચામાં ફરવાના શેખ રાખવા કે ચિત્ર જોવામાં આનંદ માનવા એ યોગ્ય નથી. એ તે ખરેખરૂં આત્યાને છેતરવાનું કામ છે અને વળી રત્નના વ્યાપાર કરવા અહીં સુધી આવેલાને તે વેપારમાં અડચણ કરનાર છે. વળી મિત્ર ! મને એમ લાગે છે કે ધૂતારા લોકોએ તને પૂરેપૂરા ઢળ્યા છે અને તેની ઠંગાઇના તું ખરેખરો ભાગ થઇ ગયા છે, કારણ કે જે બીલકુલ રસ નથી, પણ ઝગઝગતા ખોટા કાચના ટૂકડા છે તેને તેઓએ તારી પાસે રન તરીકે ઠસાવી દીધા છે. ભાઇ ! આ તે સર્વ કચરો (નકામી ખાટી વસ્તુઓ) છે, માટે તું જલ્દી એના ત્યાગ કર, એમાં કાંઇ દહાડો વળવાના નથી. અને ભાઇ ! તું મુલ્યવાન સાચાં રનો ગ્રહણ કર. સાચાં રત્નોનું લક્ષણ એ છે કે—ઝ
આવી રીતે ચારૂ સાચાં રત્નોનું લક્ષણ કહેવા જતા હતા ત્યાં તે મૂઢ એકદમ આવેશમાં આવી ગયા અને ચારૂને કહેવા મંડી ગયા જા, જા! હું તેા તારી સાથે કાંઇ આવવાના જ નથી, તું જે કામમાં મંડી પડ્યો હ। તેમાં લાગી જા. તું તે એવોને એવા જ રહ્યો ! કારણ કે તું તે! હજુ એવીને એવી જ વાતા કર્યાં કરે છે. હું આવી રીતે છેલછે.ગાળા થઇને કરૂં છું તે મારા વર્તન ઉપર તું તિરસ્કાર બતાવે છે અને વળી મને જાણે રલની પરીક્ષા જ ન હેાય તેમ તું મારા રત્નના સંચય ઉપર પણ દોષના આરોપ કરે છે! મારાં રલો કદાચ તને બહુ પ્રભા( lustre )વાળાં ન લાગતાં હેય તે ભલે, મારે તારાં રત્નોનું કાંઇ કામ નથી અને મારે તે જોતાં પણુ નથી.”
ઉપરની બાબતના જવાબ દેવા માટે ચારૂ હજી તેા હાટ ઉઘાડે છે ત્યાં તે મૂઢ પાછા બેલી ઉઠ્યો “ ભાઇ! મારે તારાં રત્નો જોતાં નથી અને તારાં જેવાં રતો પણ જોતાં નથી, હું એના વગર ચલાવી લઇશ. મારે તારાં સલાહ શિક્ષણ કે ઉપદેશની જરા પણ જરૂર નથી માટે છાનામાના જલ્દી સિધાવી જા !”
ચારૂએ એ જવાબ સાંભળી પોતાના મનમાં વિચાર કર્યો કે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org