________________
પ્રકરણ ૧૬ ]
હરિ અને ધનશેખર,
૧૬૩૫
લીધા વગર એ અંતરંગભૂમિનું ઉત્તમ રાજ્ય પ્રાપ્ત થઇ શકે તેમ નથી. પછી તેઓએ સર્વ પાપાને નાશ કરનારી દીક્ષા લીધી અને તેને પરિણામે તેઓએ સર્વ સુખનું સ્થાન એ ઉત્તમ મહારાજ્ય પ્રાપ્ત કર્યું. રાજન્ ! તને પણ એ ઉત્તમરાજ્ય પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય તે તારે પણ આ ભાગવતી દીક્ષા લેવી.’
હરિરાજા—“ મહારાજ ! જો એટલું જ માત્ર કરવાથી એવડું મોટું મહાસુખદાયી રાજ્ય મળી જતું હેાય તે પછી એ બાબતમાં વિલંબ શા કરવા? એવી બાબતમાં તે વળી જરા પણ ઢીલ કરવી યોગ્ય ગણાય ખરી? માટે મારા ઉપર કૃપા કરીને મને ભગવાનના મતની નાની દીક્ષા આપેા, એમાં જરા પણ ઢીલ ન કરે.”
હરિરાજને દીક્ષા. શાર્દૂલકુમારને રાજ્ય. પંચમ રાજ્યની પાલના.
રાજાનાં આવા વચન સાંભળીને સૂરિ મહારાજનાં નેત્રો આનંદથી વિકસ્વર થયાં. તે બેાલ્યા “ રાજન્ ! તેં બહુ સુંદર વાત કરી !
આ મહાન રાજ્ય ઘણું સુંદર છે, મહા સુખપરંપરા આપનાર છે અને દીક્ષા લેવાથી તે મળી શકે તેવું છે, એવી હકીકત જાણીને કા સમજી માણસ લીધા વગર રહે ? ઘેાડા માટે વધારેને ખાઇ બેસવાની વાત તે કેાઇ ડાહ્યો માણસ કરે ખરો કે? વળી તું ભગવાનના મતની દીક્ષા લેવાને ખરેખરા લાયક છે એ બાબતમાં જરા પણ શંકા લાવવા જેવું નથી. વળી જે પ્રાણી એને પાત્ર ( લાયક ) ન હાય તેના સંબંધમાં અમે પ્રયત્ન પણ કરતા નથી. તું પાત્ર છે માટે ખુશીથી એ દીક્ષા લે અને પરિણામે અક્ષય આનંદનું પાત્ર થા.”
ગુરૂમહારાજે જે વચન કહ્યાં તેને હરિરાજાએ તે જ પ્રકારે સ્વીકાર્યાં અને તુરત જ પોતાનાં મહાવિવેકી મંત્રી અને સેનાપતિ સાથે પૂરતા વિચાર કરીને રાજ્ય ઉપર પેાતાના શાર્દૂલ નામના પુત્રને સ્થાપન કરી દીધા. તુરત જ માટે મહાત્સવ શરૂ કર્યો, જિનેશ્વર ભગવાનના મંદિરમાં ઠાઠમાઠથી આઠ દિવસ સુધી મહેાત્સવ (અઠ્ઠાઇ મહાસત્ર ) કર્યાં, દ્રવ્ય વિગેરેની અભિલાષાવાળા અર્થીવર્ગને મોટાં દાન આપ્યાં, ગુરૂમહારાજની મહા પૂજા કરી, વડીલવર્ગને · માન આપ્યું, આખા નગરના સર્વ લેાકેાના આનંદમાં સર્વ પ્રકારે ખૂબ વધારો કર્યો અને તે વખતે કરવા યોગ્ય સર્વ ઉચિત ક્રિયાઓ કરી, જરૂરી કાર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org