________________
Jain Education International
૧૬૦૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ ૬
“ કરવા; નયકોટિએ વિશુદ્ધ આહાર ઉપધિ શય્યા વિગેરે લઇને એનાવડે “ શરીરના નિર્વાહ કરવા, ગામ, નગર વિગેરેના પ્રતિબંધ રહિત નિઃસ્પૃહ“ પણાથી વિહાર કરવા; ઘનું ઘેન (તંદ્રા), ઉંઘ, આળસ અથવા નાઉમેદી “ કે શોકને જરા પણ અવકાશ આપવા નહિ; ૧ સારા સુકોમળ સ્પર્શ“ ઉપર મૂર્છા કરવી નહિ; ૨ સ્વાદવાળા રસામાં વૃદ્ધિ કરવી નહિ; ૯૩ સુગંધી વાસામાં મેાહી જવું નહિ; ૪ મનપસંદ રૂપોમાં આસક્ત
થવું નહિ; પ કાનને પસંદ પડે તેવા અવાજો ઉપર રાચી જવું નહિ; ૫ ઉલટી રીતે જોઇએ તે કાનને પસંદ ન પડે તેવા શબ્દો રાગ કે “ અવાજો સાંભળીને ઉદ્વેગમાં પડી જવું; ૪ આદ્ય નજરે ખરાબ લાગે “ તેવાં રૂપે! જોઇને નિંદા ન કરવી, ઘૃણા ન કરવી; ૨ મનને પસંદ “ ન આવે તેવા રસાને દ્વેષ ન કરવા; ૩ દુર્ગંધી આવે તેવી ગંધાના “ પ્રસંગ થતા મનમાં દ્વેષ ન લાવવા; ૧ અરૂચિકર સ્પર્શના પ્રસંગો આવે “ ત્યારે તેના તરફ કચવાટ કરવા નહિ; દરેક ક્ષણે દરેક પળે અત્યંત “ વિશુદ્ધ ભાવનાજળે કરીને આત્માને ધોઇ સાફ રાખવા; હમેશાં “ મનમાં સર્વ પ્રકારે સંતેાષ રાખવા; વારંવાર અનેક પ્રકારનાં તપ “ કરવાં; આખા વખત પાંચ પ્રકારનો સ્વાધ્યાય' કર્યા કરવા; સર્વદા “ પરમાત્મામાં અંતઃકરણને સ્થાપન કરવું; પાંચ સમિતિ' અને ત્રણ
૧ આટલા ઉપરથી એમ જણાય છે કે દ્રવ્યલિંગ પણ ઘણું ઉપયેગી છે. સાધુના વેશ પણ ઘણા ઉપકાર કરે છે, એ વેશથી જ અમુક કાર્યો તે થતાં નથી, વ્યવહારધર્મ આવી રીતે ઉપયાગી થાય છે, પછી વિચારને પરિણામે ભાવસાધુપણું આવી જાય છે અથવા આવવાનો સંભવ રહે છે.
૨ મુનિએ પેાતાને માટે સજીવ નિર્જીવ કરવું નહીં, કરાવવું નહીં, કરનારને સારું જાણવું નહીં; વેચાતું લેવું નહીં, લેવરાવવું નહીં, વેચાતું લેનારને સારૂં માનવું નહીં; પકાવવું નહીં, પકાવરાવવું નહીં, પકાવનારની અનુમેાદના કરવી નહીં. એ રીતે નવ ભેદ થાય છે. આ નવા વિશુધ્ધ આહારાદિ ગ્રહણ કરવાં એ સાધુને ફ્ક્તવ્ય છે.
૩ એક જગ્યાપર રહેવાથી અનેક પ્રકારે પ્રતિબંધ થાય છે, રાગનું કારણ વધે છે, તેથી સાધુઓએ એક જગ્યાપરથી ખીજા જગ્યાપર મુસાફરી કર્યાં કરવાના હુકમ છે તેને વિહાર કહેવામાં આવે છે.
૪ અહીંથી સ્પÅ, રસ, ઘ્રાણુ, ચક્ષુ અને કહ્યું એ પાંચ ઇન્દ્રિયાના ક્રમનને વિષય શરૂ થાય છે.
૫ પંચસ્વાધ્યાયઃ ૧ વાચના ( વાંચવું તે ), ૨ પૃચ્છના ( પૂછ્યું તે), ૩ પરાવર્તના ( પાછળનું યાદ કરવું તે), ૪ અનુપ્રેક્ષા ( અર્થ વિચારણા, અંદર અંદર ચર્ચા કરવી તે ), અને ૫ ધર્મકથા ( ધર્મની વાર્તા કરવી ).
૬ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ માટે જીએ ઋ. ૩. પ્ર. ૧૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org