________________
૧૫૩૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ અને ભંગીઆણી જેવી હલકી સ્ત્રીઓમાં પણ રખડવા લાગે, મારે તે ગમે તેમ કરીને પૈસા ખરચવા નહોતા અને બેગ ભેગવ્યા વગર રહેવું નહોતું. આવી રીતે અગ્રાહ્ય અને નીચ સ્ત્રીઓમાં ફરતાં લેકમાં મારી બહુ અપકીર્તિ થઈ અને તે તે સ્ત્રીઓના સગાસંબંધીઓએ મને ઘણો માર માર્યો, મારું ઘણું અપમાન કર્યું અને લેકે માં હું ઘણી હલકાઈ પામ્યો. હું હરિ કુમારનો મિત્ર હતો અને તે વખત સુધી અંદર પુણોદય મિત્ર જાગતો હતો તેથી એવી સ્ત્રીઓના સંબંધીઓએ મને મારી નાખ્યો નહિ, પૂરો કર્યો નહિ, તેમ જ મને કઈ પ્રકારની સજા પણ કરાવી નહિ, પરંતુ એ મૈથુનમિત્રના પ્રસંગથી લેકએ કામી દેને
મારે ઘણે તિરસ્કાર કર્યો અને સર્વ સમજુ વિવેકી
માણસોમાં હું નિંદાપાત્ર થશે. આટઆટલી હકીકત નેતા નથી.
* બની છતાં પણ એ મૈથુનમિત્ર અને મહા સુખ આપનાર છે, નિષ્કામ વૃત્તિથી પ્રેમ રાખનાર છે અને આનંદમાં મસ્તી કરાવનાર છે એમ જ મને તે મારા મનમાં તે વખતે લાગ્યા કરતું હતું; વળી તે વખતે મને મનમાં ચોક્કસ લાગતું હતું કે આ દુનિયામાં જેને મૈથુન મિત્ર મળ્યું નથી તે અહીં જીવે કે ન જીવે તે સરખે જ છે અથવા જીવતે તે મુવા જેવો જ છે, જેણે મૈથુનની મજા ચાખી નથી તે આ દુનિયામાં જન્મ્યો જ નથી, જેણે એ રસનું પાન કર્યું નથી તે ન જમ્યા જેવો જ છે. મને મૈથુન ઉપર તે વખતે કઈ એ જબરે પ્રેમ થયું હતું અને તેનામાં હું એટલો બધો આસક્ત થઈ ગયો હતો કે હું તેનામાં માત્ર ગુણો જ જોતો હતો અને તેને એક પણ દેષ હું મારી નજરે જોઈ શકતો નહોતો. આવી ઉલટી બુદ્ધિથી મને એ મૈથુન ઉપર ઘણું હેત હતું અને રહ્યું. તે મને અત્યંત વહાલે છતાં તેના કરતાં પણ વધારે વહાલ તો મને સાગર ઉપર જ રહ્યું.
તે વખતે અગૃહતસંકેતા! હું વિચાર કરતો હતો કે હું તદ્દન ભીખારી જેવો છતાં મેં આવા સાગરમિત્રની સહાયથી આવાં દેવતાને પણ મળવા મુશ્કેલ એવાં રામાણેકના ઢગલા એકઠા કર્યા છે માટે તેને ધન્ય છે. આવી રીતે સાગર અને મૈથુન મને અનેક પ્રકારની પીડા કરતા હતા છતાં તેમાં આનંદ માનીને મારા જેવું કઈ નથી એમ સમજી હું રતદ્વીપમાં રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org