________________
૧૫૨૪.
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૬ ત્યાર પછી હું અને દેવી તાપસી (બંધુલા) રાજકુમાર હરિ જે
બગિચામાં હતો ત્યાં ગયા. તાપસીએ રાજાને જે ચિત્રવર્ણન. હુકમ આ સંબંધમાં થયું હતું તે કુમારને જણું.
તાપસીએ મને કહી હતી તે સર્વ વાત મેં પણ કુમારને બરાબર જણ્વી , પરંતુ કુમારને કઈ પણ રીતે એ વાત ઉપર ભરોસે બેઠે નહિ. તેને તે એમજ લાગ્યું કે તેની ચિંતા દૂર કરવા સારૂં આ આખે બનાવ મેં કૃત્રિમ રચે છે; પછી તેના મનમાં બરાબર વિશ્વાસ ઉત્પન્ન કરવા સારૂ પિતાની સાથે બેવડાં કપડાંમાં વીંટાળી રાખેલ બે ચિત્રપટ હતા તે તાપસીએ તેને બતાવ્યા. કપડાં છોડીને તે ચિત્રો કુમારે જોવા માંડયાં. પ્રથમ છબીમાં કુમારે
આ પ્રમાણે જોયુંઃ એક સુંદર વિદ્યાધરનું જોડલું ૧. વિદ્યાધર
' (દંપતિ-સ્ત્રીપુરૂષ) છે તે અતિ રમણીય અને બરામિથુ ન.
* બર માપસર છે, ઉજળા રંગો તેમાં પૂરવામાં આવ્યા છે, અંદરના ભાગો બરાબર ઊંચા નીચા ગોઠવીને એ સુંદર દેખાવ કર્યો છે અને એગ્ય આભૂષણો એવી ઉચિત રીતે પહેરાવવામાં આવ્યા છે કે ઝીણી ઝીણી રેખાઓ સુદ્ધાં બરાબર સ્પષ્ટ દેખાઈ આવે, એ આખા જોડલાની અવયવ રચના નાના નાના બિંદુઓ મૂકીને એવી તે વિલક્ષણ કરવામાં આવી છે કે એમાં નવીન પ્રેમની ઉત્સુકતા સ્પષ્ટ જણાઈ આવે, એ વિદ્યાધર દંપતિ પ્રેમથી એકબીજા સામી અત્યંત આનંદથી નજર મેળવી રહ્યા છે અને અતિ આકર્ષક પ્રેમનું સામ્રાજ્ય તેમની નજરમાં પણ જણાઈ આવે છે. એ ચિત્રપટની નીચે નીચે લખેલ કવિતા લખવામાં આવી હતી.
प्रियतमरतिविनोदसंभाषणरभसविलासलालिताः । सततमहो भवन्ति ननु धन्यतमा जगतीह योषितः॥ अभिमतवदनकमलरसपायनलालितलोललोचनाः। सुचरितफलमनय॑मनुभवति शमियमम्बरचरी यथा ॥
પિતાના હૃદયવલ્લભ પ્રિયતમ સાથે પ્રેમસુખ, વિનોદ, ભાષણ, પ્રેમોત્સાહ અને વિલાસથી લાલિત થયેલી લલનાઓ આ દુનિયામાં ખરે
૧ જ્યારે હાથીદાંત પર ચિત્રકામ કરવું હોય છે ત્યારે બિંદુઓ (dots) મૂકીને કામ થાય છે એ કામ ઘણું મુશ્કેલ છે, પણ હુશિયાર ચિતારા એવું કામ અત્યારે પણ કરે છે.
૨ અને દ્વિપદી ખંડ' કહે છે. એના પ્રત્યેક પાદમાં ૨૮ માત્રા હોય છે. એને પ્રાકૃત જતને છંદ કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org