________________
R
ઉપાિન ભવપ્રથા કથા.
[ પ્રસ્તાવ જ
મારા કાનમાં કહ્યું “સાંભળ્યું ? આવતા જન્મારામાં પણ તારા સંબંધ આ નરસુંદરી ઇચ્છતી નથી.” કમનશીબે મેં શૈલરાજની સૂચના માન્ય કરી. મેં વિચાર્યું કે આવા બને છે તેવા બનાવ ન બનવા માટે તેણે ઇચ્છા બતાવી અને પ્રસ્તુત બનાવ તે મારા સંબંધમાં જ અનેલા છે તેથી તે મારા સંબંધ ઇચ્છતી નથી. માટે મરવા દો એને ! એવી પાપી રાખણીનું મારે શું કામ છે?
તે વખતે શેલરાજે પાતાના લેપવાળા હાથ મારા હૃદયપર મૂક્યો. તે વખતે લેપના પ્રભાવથી જાણે મારે તેના પ્રત્યે અભિમાનના ભાગ કાંઇ કર્તવ્ય જ ન હાય તેમ લાકડાની માફક હું તે સ્તબ્ધ જ રહ્યો. પછી નરસુંદરીએ હું દૂરથી નેતા હતા ત્યાં પાતાની ડોક બરાબર પાસામાં પરોવી દીધી, પાસે પૂરો કર્યો અને લટકી પડી. તુરત જ તેની આંખા બહાર નીકળી પડી, શ્વાસને માર્ગ રૂંધાઇ ગયો, ડૉક ઊંધી-વાંકી થઇ ગઇ, નાડીની જાળીએ ખેંચાઇ ગઇ, અંગેા સર્વ બરફ જેવાં ઠંડાગાર થઇ ગયાં, ઈંદ્રિયા શૂન્ય થઇ ગઇ, મ્હોટેથી ઘરેડો ચાલવા લાગ્યા.' જીભ બહાર નીકળી પડી અને તુરત જ બાપડી પ્રાણ વગરની-ચેષ્ટા વગરની થઇ ગઇ.
માતા ( વિમલમાલતી)ના આપઘાત,
હવે જ્યારે મારા જીવનમાંથી નરસુંદરી મહાર નીકળી હતી તે વખતે તેને બહાર જતી અને મને તેની પછવાડે જતા મારી માતાએ જોયા હતા. તેણે અમારા બે વચ્ચે થયેલી વાત કાંઇ સાંભળી ન હાતી તેથી તેણે એમ ધાર્યું કે મારી વહુ ( પુત્રવધૂ )નું કાંઇ પ્રેમમાં અપમાન અગાઉ થયેલું હતું તેથી રીસાઈને જાય છેઅ ને મારો પુત્ર તેને મનાવવા માટે તેની પછવાડે જાય છે. અમે ચેાડે દૂર ગયા ત્યાર પછી અમારી પછવાડે મારી માતા પણ પેલા શૂન્ય ખંડેર નજીક આવી પહોંચી અને પહોંચતાંની સાથે જ તેણે નરસુંદરીને લટકતી જોઇ એટલે તેણે ધાર્યું કે ગજમ થયા! આ હકીકત પણ મારા અભિમાની છેકરાએ જ કરેલી હાવી જોઇએ, જે એમ ન થયું હોય તે આ ( ખાપડી નરસુંદરી ) આવી રીતે આપઘાત કરે અને બાજુમાં ઊભા ઊભા એ જોયા કરે એમ કેમ જ ને ? મારી
૧ અથવા સ્ત્રોત એટલે મળદ્વારા ખુલ્લાં થઇ ગયાં; એટલે આંસુ, સેડા, પેરાબ થઇ ગયા અને મુખરૂપ ગુફા અવાજ વગરની થઇ ગઇ.
૨ માતાએ એમ ધાર્યું કે પુત્રવધૂને ફ્રાંસે છેકરાએ લગાવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org