SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૩. ૧૪૦૩ પછી તેના વિશેષને જાણવાની આકાંક્ષા તે ઇહા. ઇહાના વિષયને નિહૂઁય તે અવાય આ અવેત વિષયની સ્મૃતિનું કારણુરૂપ તે ધારણા. અત્ર પૂર્વે પૂર્વ તે પ્રમાણ અને ઉત્તર ઉત્તર તે ફળ. આ ચારે મતિજ્ઞાનના પ્રકાર છે. મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિષેાધ એ મતિના વાચક પર્યાયશબ્દો છે. શબ્દની યેાજના પહેલાં અવિસંવાદી વ્યવહાર નિર્દે તંક સ્મૃતિ વિગેરે તે મતિજ્ઞાન અને શબ્દની યાજના થકી પ્રાદુર્ભૂત તે સર્વ શ્રુતજ્ઞાન એમ વિભાગ જાણવા. હવે પરાક્ષ પ્રમાણની વાત કરીએ. અવિશદ અને અવિસંવાદી જ્ઞાન તે પરાક્ષ. સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન, આગમ એ પાંચ ભેદથી તે પરોક્ષપ્રમાણ પાંચ પ્રકારનું છે. તે પાંચે પ્રકાર આ પ્રમાણેઃ સંસ્કારના પ્રમેાધથી પેદા થયેલું અનુભૂત અર્થના વિષયવાળું અને અમુક આકારવાળું જે વેદન તે સ્મરણુ; અનુભવ અને સ્મૃતિ અત્રેના કારણપૂર્વક સંકળના થાય તે પ્રત્યભિજ્ઞાન; ત્રણ કાળમાં સિદ્ધ એવા સાધ્યસાધનસંબંધને આ ધીન, અમુક હેાય ત્યારેજ અમુક થાય એવા આકારવાળું સંવેદન તે ત; અનુમાન એ પ્રકારનું છે; સ્વાર્થ અને પરાર્થ: હેતુગ્રહણસંબંધ સ્મરણુહેતુક જે સાધ્યનું વિજ્ઞાન તે સ્વાર્થ અનુમાન ( અન્યથા ઉપપત્તિ જેના વિના બનતી નથી એમ નિશ્ચિત છે તે હેતુ) અને પક્ષ હેતુ વચનાત્મક તે ઉપચારથી પરાર્થે અનુમાન કહેવાય છે; આસ વચનથી થયેલું અર્થજ્ઞાન તે આગમ, અભિધેય વસ્તુને જે જેવી જાણે તેવી કહે તે આસ કહેવાય. પ્રત્યક્ષ અને પરોક્ષમાં જે જે પ્રકારે અવિસંવાદી હોય તે તે પ્રકારનું પ્રમાણ મનાય અને જે વિસંવાદી હોય તે અપ્રમાણુ ગણાય. અર્થાત્ એકના એક જ જ્ઞાનના જ્યાં વિસંવાદ ત્યાં ત્યાં તેની પ્રમાણુતા અને તે વિના સર્વત્ર તેની પ્રમાણાભાસતા. પ્રમાણુ કે અપ્રમાણુ એ બાબતમાં સંવાદ કે વિસંવાદ એ જ નિયામક છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે જ પ્રમાણ છે. મતિ અને શ્રુત પરમાર્થતઃ પરોક્ષ પ્રમાણ છે અને અવધિ મન:પર્યાય અને કેવળ પ્રત્યક્ષ પ્રમાણ છે. સ્થિર વૃત્તિથી નવતત્ત્વ ઉપર શ્રદ્ધા કરે તેને સમ્યકત્વ કહેવાય. જાણ્યાવગર શ્રદ્ધા થાય નહિ એટલે તેમને જાણે તથા શ્રદ્ધાથી સેવે તેની ચારિત્રયેાગ્યતા થાય. ચારિત્ર સર્વે નિંદ્ય વ્યાપાર નિવૃત્તિ રૂપ છે. ભવ્યત્વના પરિપાકથી જેને એ ત્રણે થાય એટલે કે જેને જ્ઞાનપૂર્વક શ્રદ્ધા અને તે બન્ને પૂર્વક ક્રિયા થાય તે તે મેાક્ષભાજન થાય. એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી મેક્ષ થતેા નથી, પણ તે ઉભયથી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002145
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 4 5
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy