________________
૧૩૯૬
ઉપમિતિ ભવપ્રપંચા કથા. ૯ મોક્ષ: દેહ વિગેરેને આયન્તિક વિગ તે મેક્ષ. શરીર, ઈદ્રિય, આયુષ્ય વિગેરે બાહ્ય પ્રાણુ, પુણ્ય, પાપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પુનર્જન્મગ્રહણ. વેદત્રય, કષાયાદિ સંગ, અજ્ઞાન, અસિદ્ધત્વ વિગેરેની સાથે હમેશને વિરહ તે મેક્ષ. વિશિષ્ટ કાળાદિ સામગ્રીના સભાવે રાગાદિ અનાદિ દેશોનો પણ નાશ થઈ શકે છે. વળી માટી અને સોનાનો અનાદિ સંબંધ છતાં તેનો સર્વથા વિયોગ થઈ શકે છે તેમ કર્મ અને જીવને અત્યંત વિરહ થાય છે. પૂર્વ પ્રોગથી જીવની ગતિ મુક્ત થતાં ઉર્થ થાય છે, કુલાલ ચક્ર, હીંચકે કે બાણુની પેઠે જીવની ઉર્ધ્વ ગતિ મુક્ત થતાં સ્વભાવસિદ્ધ છે. દ્રવ્ય પ્રાણુ મોક્ષમાં હોતા નથી, બાકી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીયે, અનંતસુખ રૂપ ભાવ પ્રાણનો ત્યાં સદ્દભાવ છે. સિદ્ધોનું સુખ સર્વ સંસારસુખથી જુદી જાતનું છે. તે પરમાનંદરૂ૫ સમજવું. આત્માને મુક્તિ મળે ત્યારે બુદ્ધિ વિગેરે ગુણને ઉછેદ થાય છે તેથી આત્માનો જ અસંભવ થાય છે એમ વૈશેષિકે માને છે, ચિત્તસંતાનનો અત્યંત ઉછેદ થવાથી આત્માને જ અસંભવ છે એમ બૌદ્ધો કહે છે, આત્મા અતા છે ત્યાં તેને મેક્ષદશામાં સુખમયતા માનવી કેમ બને? એમ સાંખ્ય કહે છે-એ સર્વ મતોનું તર્ક અને કટિથી નિરસન કરવામાં આવે છે અને આત્માની અનંત સુખમય પરમ આદર્શ આનંદમય દશાનું અત્ર સ્થાપન કરવામાં આવે છે.
આવી રીતે જૈન દર્શનમાં સાત અથવા નવ પદાર્થ માનવામાં આવે છે. સ્થિર વૃત્તિથી એ તત્ત્વોપર શ્રદ્ધા કરે તેને જ્ઞાનયોગથી ચારિત્રગ્યતા થાય છે. જ્ઞાનની અને ચારિત્રની જરૂરીઆત દર્શન (શ્રદ્ધા) સાથે ખાસ સ્વીકારવામાં આવી છે અને જાણ્યા છતાં શ્રદ્ધા ન કરે તેને ફળ મળતું નથી એમ પણ જણાવી દીધું છે. જ્ઞાન કરતાં પણ સમ્યકત્વની જરૂરીઆત વધારે બતાવવા સાથે તે બન્ને સાથે હોય ત્યારે જ ચારિત્રગ્યતા કહી છે. ભવ્યત્વના પરિપાકથી જેને જ્ઞાન, સમ્યકત્વ અને ચારિત્ર પ્રાપ્ત થાય તે સભ્ય જ્ઞાનક્રિયાયોગથી મોક્ષભાજન થાય. એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી મોક્ષ નથી પણ તે ઉભયથી છે એમ અત્ર સૂચના કરી છે. જ્ઞાન અને દર્શનનું સહચરત્વ છે.
જૈન દર્શનમાં વિધિ અને નિષેધની ઘણું વાત કહી છે, કરવા ગ્ય શું છે અને ન કરવા યોગ્ય શું છે તે બતાવ્યું છે. આ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org