________________
પરિશિષ્ટ ૩.
૧૯૭૫ આશ્રયની ગુણદિથી વ્યાવૃત્તિ કરે છે માટે વિશેષ પણ કહેવાય છે, માટે અપર સામાન્ય ઉભય રૂ૫ હોવાથી
સામાન્ય વિશેષ એવી સંજ્ઞાને પામે છે. ૫. વિશેષ, નિત્ય-દ્રવ્ય-અણુ, આકાશ, કાળ, દિશા, આત્મા અને
મનમાં રહેનાર અંત્ય તે વિશેષ જાણવા. નિત્ય દ્રવ્યમાં રહેનાર એટલે વિનાશ આરંભ રહિત એવા દ્રવ્યમાં રહેનાર. અંતે થાય તે અંય કહેવાય. દ્રવ્ય-દ્રવ્ય વિશેષ એક એકજ હોય, અનેક નહિ, કેમ કે એક વિશેષ થકીજ પોતાના આશ્રયની અન્ય થકી વ્યાવૃત્તિ થઈ આવે છે, એટલે અનેક વિશેષની
કલ્પના કરવી વ્યર્થ છે. ૬, સમવાય: અયુતસિદ્ધ એટલે અપૃથફસિદ્ધ એટલે તંતુમાં રહેલા
પટની પેઠે અન્ય આશ્રયમાં નહિ રહેનારા એવા આધાર આધેય ભાવવાળા બે પદાર્થોને પરસ્પર સંબંધ જે ઈહ પ્રત્યયને હેતુ તે સમવાય. જેમ કે આ તંતુમાં પટ છે, આ પટમાં ગુણ કમૅ છે, આ ગુણકર્મમાં સત્તા છે, આ દ્રવ્યમાં દ્રવ્યત્વ છે, આ ગુણમાં ગુણત્વ છે ઈત્યાદિ વિશેષ પ્રત્યય જેનાથી થાય છે તે સમવાય. ઈહ પ્રત્યય એટલે અત્ર તંતુમાં પટ છે એવા પ્રત્યયના હેતુરૂપ અસાધારણ કારણ તે સમવાય. તે એક, વિભુ અને નિત્ય છે.
આ મતવાળા પ્રમાણે બે જ માને છે. પ્રત્યક્ષ અને અનુમાન લૈંગિક). પ્રત્યક્ષ બે પ્રકારનું છે. એપ્રિય અને ગજ. આપણુ વિગેરેને પાંચ ઇંદ્રિય અથવા મનના સન્નિકથી થાય છે તે એંદ્રિય. તેના બે પ્રકાર છેઃ નિર્વિકલ્પક અને સવિકલ્પક. વસ્તુસ્વરૂપલોચન માત્ર તે નિર્વિકલ્પક. એનાથી માત્ર સામાન્ય પ્રહાય છે એમ નહિ, ભેદ પણ તેમાં ભાસે છે, પરંતુ એમાં આ સામાન્ય અને આ વિશેષ એ સ્પષ્ટ વિવેક થતો નથી. સવિકલ્પક સામાન્ય વિશેષરૂપતાને સ્પષ્ટ કરી ગૃહે છે. ગજ પ્રત્યક્ષના બે પ્રકાર છેઃ યુક્તનું પ્રત્યક્ષ અને વિયુક્તનું પ્રત્યક્ષ.
લૈંગિક (અનુમાન) એટલે લિંગ દર્શનથી આવ્યભિચારિત્યાદિ વિશેષણયુક્ત જ્ઞાન છે. આ આનું કાર્ય છે, કારણ છે, સંગી છે, સમવાયી છે, વિરોધી છે ઈત્યાદિ જ્ઞાન તે લૈંગિક.'
૧ વૈશેષિક દર્શનના વિશેષ સ્વરૂપ માટે ન્યાયતંદલી ગ્રંથ જેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org