________________
૧૩૭૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા. (૨૨) સ્નેહ: એ જળનો ગુણ છે અને સંગ્રહ અને મૃદુતાનું
કારણ છે. (૨૩) ગુરૂત્વ: જળ અને ભૂમિમાં રહે છે, પતનનું કારણ છે
અને અપ્રત્યક્ષ છે. (૨૪) દ્રવ: સ્પન્દન કારણું. સહજ અને નૈમિત્તિક બે પ્રકારે
છે. જળનું દ્રવત્વ સહજ છે, પૃથ્વી અને તેજસનું
દ્રવત્વ નૈમિત્તિક છે, અગ્નિસંગથી થાય છે. (૨૫) વેગ: પૃથ્વી જળ તેજસ્ વાયુ અને મનમાં રહે છે, પ્રય
લથી ઉત્પન્ન થાય છે, ચોક્કસ દિફક્રિયા પ્રબંધને હેતુ છે.
ગુણો સર્વ દ્રવ્યાશ્રિત છે, નિષ્ક્રિય છે અને પોતે બીજા ગુણવાળા નથી. એમાં ૧-૨-૩-૪-૧૧-૧૨-૨૩-૨૪-૧૨૨૫ એટલા મૂર્તિ ગુણ કહેવાય છે, ૧૩–૧૪-૧૫-૧૬–૨૧૧૭-૧૮-૧૯-૨૦-૫ એટલા અમૂર્ત ગુણ કહેવાય છે અને
૬-૯-૧૦–૮-૭ એટલા ઉભય ગુણ કહેવાય છે. ૩, કર્મ, પાંચ પ્રકાર છે.
(૧) ઉક્ષેપણ મુશળાદિનું ઊંચું લઈ જવું તે. (૨) અવક્ષેપ: તેથી ઉલટું એટલે નીચે લઈ આવવું તે. (૩) આકુંચન: ઋજુને કુટિલ કરનાર. સીધી આંગળીને આડી
કરનાર કમે. (૪) પ્રસારણ: વાંકા વાળેલા અવયવને સીધા કરનાર કર્મ. (૫) ગમન: અનિયત દિદેશ થકી સંગ તથા વિભાગ. એમાં
રચન્દન, પતન, ભ્રમણ વિગેરેનો સમાવેશ થાય છે. ૪સામાન્ય: બે પ્રકારે પર અને અપર. (૧) પર: દ્રવ્ય ગુણ અને કર્મમાં રહેનાર સત્તા જાતિ (આ
સત, આ સ-એવા અનુગત આકારનું કારણું). (૨) અપર: દ્રવ્યત્યાદિ તે અપર. દ્રવ્યત્વ, ગુણત્વ, કર્મત્વ એ
અપર સામાન્ય. નવે દ્રવ્યમાં દ્રવ્ય દ્રવ્ય એવી બુદ્ધિને હેતુ તે દ્રવ્યત્વ, એજ પ્રમાણે ગુણોને વિષે ગુણબુદ્ધિ વિધાયક તે ગુણત્વ, તેમજ કર્મમાં કર્મ વિધાયક. હવે એમાં દ્રવ્યત્વાદિ પિતાના આશ્રય દ્રવ્યાદિમાં અનુવૃત્તિ પ્રત્યયહેતુ હેવાથી સામાન્ય કહેવાય છે તેમજ પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org