________________
૧૩૪૪
ઉપમિતિ ભવપ્રપંચ કથા. ત્રિદંડી, હાથમાં ત્રિદંડ રાખનાર, બીજા હાથમાં કમંડલુ ધારણ કરનાર, ગેરક વસ્ત્રધારી તાપસ. શૈવ સંપ્રદાયના સંન્યાસીઓ અત્યારે પણ મોટી સંખ્યામાં જોવામાં આવે છે. શંકરાચાર્યના એ સર્વે અનુયાયી છે. એમના ચાર મોટા મઠ છે. આવક–મલયગિરિજીમાં લખે छ । मनोषाकायदण्डनयपरिज्ञानार्थं दण्डत्रयधारके वेदान्तावलम्बिश्रमणमेदे.
શૈવશિવસંપ્રદાયને અનુસરનારા. એ શેવ મતના સ્વરૂપ માટે જુઓ સર્વદર્શનસંગ્રહ પૃષ્ઠ ૮૭ થી ૧૦૮, આ માહેશ્વર મત છે. એમાં કદિ સાપેક્ષ પરમેશ્વરને કારણું તરીકે સ્વીકારવામાં આવે છે અને પશુ, પતિ અને પાશ એમ ત્રણ પદાર્થ માનવામાં આવે છે. વિદ્યા, ક્રિયા, વેગ અને ચર્ચા એ ચતુષ્પાદ મહાતંત્ર છે. શિવનાં અહીં પંચકૃત્ય મનાય છેઃ સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, તિભાવ અને અનુગ્રહકરશું. આત્માને પશુ કહે છે. તે આ મતમાં નિત્ય અને વિભુ મનાય છે. એના વિજ્ઞાનકેવળ, પ્રલયકેવળ અને સકલ એમ ત્રણ પ્રકાર પડે છે. “પાશ” ચાર પ્રકારના છેઃ મલશક્તિ, કર્મશક્તિ, માયાશક્તિ અને રોધશક્તિ. આત્માની શક્તિને આવરણ કરનાર મલશક્તિ-ત્રાંબા ઉપરના કાટ જેવી છે. રોધશક્તિ પાશના અધિષ્ઠાન કરીને પુરૂષનું તિરધાન કરે છે. મહાપ્રલય વખતે સર્વ કાર્યશક્તિ તેમાં સમાઈ જાય અને સૃષ્ટિ વખતે વ્યક્તિ પામે તે માયાશક્તિ. ફળાથી પુરૂષથી કરાય તે કર્મશક્તિ. એ પ્રવાહરૂપે અનાદિ છે.
ગૌતમ, એ ન્યાયદર્શનનું બીજું નામ છે. તેને માટે પ્ર, ૪. પ્ર. ૧૨ ની નોટ નં. ૨ જુઓ. એનો વિસ્તાર એકત્રીશમાં પ્રકરણમાં તથા પરિશિષ્ટ ન. ૩ માં પણ થયે છે. સર્વદર્શનસંગ્રહકારે એના પર વિવેચન કર્યું છે. અનુયોગદ્વારની ટીકાકાર તેનું વર્ણન આપતાં કહે છે કે “વિચિત્ર પ્રકારે પાદપતનાદિ વિશિષ્ટ કલાસમૂહયુક્ત અને કેડી વિગેરેની માળાથી પોતાના શરીરને વિભૂષિત કરનારા બળદને સાથે રાખીને કણુ ભીક્ષા ગ્રહણ કરનારા” (સૂત્ર વીશપર ટીકા. છાપેલ પુસ્તક પૃષ્ઠ ૨૪-૨૫ માં આ સર્વે ટાંચણ આવે છે તે જ્યાં જ્યાં અનુગદ્વાર ટીકાનું નામ આવે ત્યાં ત્યાં સમજી લેવા.)
સામાનિક,
ચરક, પરિવાર સત્તા જે માં જત્તિ તે જરદ અથવા જે મુકગાયત્ત તે વર (અનુયોગદ્વાર ટીકા પૃ. ૨૪) ધાડાને વહન કરતા ભિક્ષાટન કરવાવાળા અથવા ભેજન કરતા કરતા ભ્રમણ કરવાવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org